પાલનપુર પૂર્વ પોલીસ મથકમાંથી ચોરીનો આરોપી નાસી છૂટ્યો

 
 
                         પાલનપુર પૂર્વ પોલીસે સોમવારે મધ્યરાત્રિએ બપોરના સુમારે ચોરીના ગૂનામાં સંડોવાયેલા એક આરોપીની અટક કરી હતી. જે મંગળવારે બપોરના સુમારે પોલીસને હાથતાળી આપી નાસી છુટતાં દોડધામ મચી જવા પામી હતી. રાજસ્થાનના આ આરોપીને ઝડપી લેવા નાકાબંધી સહિતના ચક્રો ગતિમાન કર્યા છે.
પાલનપુરના પોલીસ બેડામાં ચકચારી બનેલી ઘટનાની વિગતો એવી છે કે, પૂર્વ પોલીસ મથકે ફ. ગુ. રજી. નંબર ૧૫૧/૨૦૧૮ ઇપીકો ક.  ૩૭૯, ૧૧૪ મુજબનો ગૂનો નોંધાયો હતો. 
જેમાં સંડોવાયેલા રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના કોટડા છાવણી તાલુકાના સીકળી ફળો લાંબાહાલુ ગામના આરોપી સવારામ ઉર્ફે સવો મહેરામ ગમાર (ઉ.વ. ૧૯)ની સોમવારે મધ્યરાત્રીએ પૂર્વ પોલીસની ટીમે ઝડપી લીધો હતો. 
દરમિયાન મંગળવારે બપોરના સુમારે તે પોલીસને હાથતાળી આપી નાસી છુટ્યો હતો. જેના પગલે ભારે દોડધામ મચી જવા પામી હતી. જેને ઝડપી લેવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.