કેરળમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા મુશળધાર વરસાદે તબાહી મચાવી દીધી છે. અનેક શહેરોમાં પૂરથી લોકો ઝઝૂમી રહ્યાં છે. અત્યાર સુધી વરસાદ અને ભૂસ્ખનલની ઘટનાઓમાં 94થી વધુ લોકોના મોત થયા છે. જેમાં સેંકડો લોકો બેઘર થઈ ગયા છે. અંદાજે 2857 રાહત શિબિરોમાં 1,65,538 લોકોને મોકલી દેવાયા છે. 3393 હેક્ટર ખેતી અને પાક તબાહ થઈ ગઓ છે. સેન્ટ્રલ કેરળમાં તો ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ છે. પાણી ભરવાથી કોચ્ચી એરપોર્ટ 26 ઓગસ્ટ સુધી બંધ કરી દેવાયુ છે.
તો બીજી તરફ, મુલ્લાપેરિયાર સહિત તમામ 35 ડેમ ભરાઈ ચૂક્યા છે. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર, 15 ઓગસ્ટ સુધી કેરળમાં 160 સેમી વરસાદ થવાનો હતો, પરંતુ અત્યાર સુધી 208 સેમી વરસાદ વરસી ચૂક્યો છે.
1924 બાદ પહેલીવાર કેરળમાં આટલો ખતરનાક વરસાદ ખાબક્યો છે. સતત 3 સપ્તાહથી વરસાદ પડી રહ્યો છે, જેને કારણે આખું કેરળ જળમગ્ન થઈ ગયું છે. કેરળ સરકારે બચાવ કામગીરી પૂરજોશમાં શરૂ કરી દીધી છે. તો સ્કૂલો-કોલેજમાં રજા જાહેર કરી દીધી છે. કેટલીક જગ્યાઓએ પરીક્ષા પણ રોકી દેવાઈ છે.
કેરળમાં અનેક જગ્યાઓએ વીજળી, ખોરાક, પીવાના પાણીની સુવિધા ખૂટી પડી છે. મોસમ વિભાગે રાજ્યના 12 જલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી દીધી છે. તેમજ કેટલાક વિસ્તારો પૂરગ્રસ્ત જાહેર કરી દીધા છે. આ ઉપરાંત તિરુઅનંતપુરમ, કોલ્લમ, અલપ્પુઝા, પથનમથિત્તા, કોટ્ટયમ, ઈડુક્કી, એર્નાકુલમ, ત્રિશુર, કોઝીકોઝમાં તોફાનની શક્યતા વ્યક્ત કરી છે.
Tags :