પાલનપુર : બનાસકાંઠાના વડગામ તાલુકાના કોદરામ ગામના અને પાલનપુર તાલુકા ના કુશકલ ગામના બે યુવકોએ સ્વીઝરલેન્ડ ખાતે યોજાયેલ પેરા એંથ્લેટિક્સ માં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને આંતરરાષ્ટ્રીય ફલક પર બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ત્યારે આ બન્ને રમતવીરોનું ગ્રામજનોની સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્રારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વિશ્વ કક્ષાએ ભારત અને સરહદી બનાસકાંઠાનું નામ રોશન કરનાર બન્ને યુવકોને જિલ્લાવાસીઓ દ્રારા અભિનંદન પાઠવવા માં આવ્યા હતા. વડગામ તાલુકાના કોદરામ ગામના રાજેન્દ્રસિંહ વદનસિંહ રાણા એ સ્વીઝરલેન્ડ ખાતે યોજાયેલ વિશ્વ કક્ષાની પેરા એંથ્લેટિક્સ ચેમ્પિયન શીપમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું. તેમજ પાલનપુર તાલુકાના કુશકલ ગામના નીતિન ચૌધરીએ પણ આ વિશ્વ કક્ષાની ચેમ્પિયન શીપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ બન્ને રમતવીરો એ બનાસકાંઠા સહિત ભારત દેશનું અને પોતાના ગામનું નામ રોશન કરતા બન્ને યુવકોનું ગ્રામજનો દ્રારા વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
જેમાં રાજેન્દ્રસિંહ રાણાનું પોતાના માદરે વતન કોદરમ આવતા ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરી ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. અને સ્કુલ માં સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં અગ્રણીઓ અને ગ્રામજનો દ્રારા રાજેન્દ્ર સિંહ ને ફૂલહાર અને છાલ ઓઢાડી ને રાજેન્દ્ર સિંહ નું વિશેષ સન્માન કર્યું હતું. જ્યારે કુશકલ ગામે પણ રમતવીર નીતિન ચૌધરી નું ગ્રામજનો દ્રારા વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવા માં આવ્યું હતું. અને પાલનપુરમાં પણ એરોમાં સર્કલ થી વરઘોડું નીકળવામાં આવ્યું હતું. બાદમાં આ બન્ને રમતવીરો નું કલેકટર કચેરી ખાતે કલેકટર સંદીપ સાંગલે અને જિલ્લા વિકાસ અધિકારી શાહના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.