ધાનેરામાં ગાયો ઉપર હિંસક હુમલાથી જીવદયા પ્રેમીઓમાં રોષ

 ધાનેરામાં ગાયો ઉપર હિંસક હુમલાથી જીવદયા પ્રેમીઓમાં રોષ
 
ધાનેરા શહેરમા છેલ્લા કેટલાય સમયથી કોઈ હરામ ખોરો ગાયોને તિષ્ણ ઘા ઝીંકતા હોય છે. ગત રોજ નંદી આખલાને મોઢાના ભાગમાં કુહાડીનો ઘા માર્યો હતો. જેથી ધાનેરાના જીવદયા પ્રેમીઓ તરત ઘટના સ્થળે જઈ આખલાને પકડી ધાનેરાની ગૌ શાળામાં ખસેડેલ બે દિવસ પહેલા પણ ગાય માતાને કોઈ હરામ ખોરે કુહાડી મારતા જીવદયા પ્રેમીઓ ગાયને ગૌ શાળામાં મોકલેલ છાશવારે થતા ગાયો ઉપર હિંસક હુમલાઓથી જીવદયા પ્રેમીઓમાં શેષ ફાટી નીકળેલ છે. જીવદયા પ્રેમીઓની માંગ છે કે આવી ફરતી ગાયોને ગ્રાન્ટેડ ગૌ શાળામાં મોકલવી જાઈએ ગૌ સેવા અને પ્રચાર સમિતી પ્રમુખ કરશનજી બારોટ જણાવે છે કે અમોએ સરકારમાં ઘણી વાર રજુઆતો કરી છે. પણ કોઈ સાંભળતું નથી રાજકીય નેતાઓને ચુંટણી ટાણે ગાય માતા યાદ આવે છે. કોઈ કસાઈ ગાયને ચોરે અથવા ગૌ માંસ પકડાય ત્યારે આખા દેશમાં હાહાકાર મચી જાય છે. પરંતુ આ હજારો ગાયો પ્લાસ્ટીકનો ગંદો કચરો ખાઈ ટપોટપ મરી ગઈ છે. તેમજ મરી રહી છે. ત્યારે કોઈ કેમ બોલતું નથી ? અમુક નેતા તેમજ સંસ્થાના આગેવાનો ભાજપાની સરકારને રામ રાજ્ય કહે છે. તેવા આગેવાનોને પુછવા માગુ છુ કે શુ આ રામરાજ્ય છે ? અરે ભાઈ રામરાજ્ય વાત છોડો રાવણના રાજમાં પણ ગાયોની હાલત આના કરતાં ઘણી સારી હતી હવે ધર્મના નામે ધતિગો છોડી નિરાધાર ગાયોને પ્લાસ્ટીક ખાતી બચાવો નહીતર આવનાર સમયમાં આજ ગાયોના પાપથી તમે ક્યાં જશો તેની ખબર પણ નહી પડે.
 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.