પાલનપુરમાં બુકાનીધારી તસ્કરોએ રહીશ પર હુમલો કરતાં ચકચાર

પાલનપુર : પાલનપુરમાં છેલ્લા કેટલાય સમયથી તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. બે દિવસ અગાઉ શહેરની શિવકૃપા સોસાયટીમાં ઘરફોડ ચોરી થઇ હતી. ત્યાં બુધવારની રાત્રીએ રામપુરા ચોકડી નજીક આવેલ બ્રહ્મપુરી સોસાયટીમાં ત્રણ બુકાનીધારી તસ્કરો ત્રાટકયા હતા. વહેલી પરોઢે બંધ મકાનના તાળા તોડીને ચોરીનો પ્રયાસ કરતા સોસાયટીના રહીશો જાગી જતા તસ્કરોને ઝડપી લેવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક તસ્કર  ઝડપાઇ જતા અન્ય બે તસ્કરો દ્રારા એક રહીશ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ત્રણેય ચોર બાઈક ઉપર ભાગી છૂટ્યા હતા. જેને લઈને લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
પાલનપુર શહેરના રામપુરા ચોકડી નજીક આવેલ બ્રહ્મપુરી સોસાયટીમાં એક બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. મૂળ વડગામ તાલુકાના જલોત્રા ગામના વતની અને પાલનપુરની બ્રહ્મપુરી સોસાયટીમાં રહેતા ભાનુકુમાર પોપટલાલ મેવાડાનો પરિવાર વેકેશન ગાળવા માટે ગામડે ગયો હોઈ તેમના બંધ મકાનમાં બુધવારની વહેલી પરોઢે તસ્કરો ત્રાટકયા હતા. જોકે, આ સમયે પડોશીઓ જાગી જતા ચોર ટોળકીને પકડી પાડવા ઘેરાવો ઘાલ્યો હતો જેમાં એક ચોર રહીશ રમેશભાઈ ભગવાનદાસ પટેલના હાથે ઝડપાઈ જતા તેને બચાવવા માટે અન્ય બે બુકાનીધારી ચોરોએ રમેશભાઈ પટેલ નામના રહીશના માથા અને ખભાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ત્રણેય ચોર રાત્રીના અંધારામાં બાઈક ઉપર ભાગી છૂટ્યા હત 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.