ડીસા પથકમાં પેપ્સી આરોગતા બાળકો બીમારીમાં સપડાયા

રાજપુર ડીસા રાજપુર ગવાડી સહિત તાલુકામાં પેપ્સી નાના બાળકો આરોગતા બીમારીમાં સપડાઈ જવા પામ્યા છે. ઉનાળાની શરૂઆત થતા જ પેપ્સી બનાવવાના કારખાના ધમ ધમી ઉઠે છે. એસેન્સ તથા સેકરીન અને પાણી મિક્સ કરી પેપ્સીના નામે લોકોને મીઠું ઝેર આપી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ અંગે ગામના જાગૃત નાગરિકોએ ફ્રુડ વિભાગના અધિકારીઓ ને ધ્યાને વાત નાખતા અમે કાર્યવાહી કરીશુ તેવા જવાબો આપવામાં આવે છે. ડીસા ગવાડી વિસ્તારમાં ધમધમતી આ ફેક્ટરી ઉપર ગયા વર્ષે ફ્રુડ વિભાગના અધિકારીઓ એ રેડ કરી વિપુલ પ્રમાણમાં જથ્થો પકડી પાડી તેનો નાશ કર્યો હતો. પ્લાસ્ટીકની ટાંકીઓ  મચ્છરો પડ્‌યા હોય તેવા પાણીનો ઉપયોગ કરી તેમાં વિવિધ પ્રકારના એસેન્સ અને કેમિકલો નાખી પ્લાસ્ટીકના પાઉચોમા પેપ્સીનું પેકિંગ કરવામાં આવે છે. આ પાઉચ પર ૪૫ દિવસની વેલીડીટી ડેટ લખેલી છે. પરતું કઈ તારીખે તેનું પેકિંગ કરાવ્યું છે તે લખવામાં આવતું નથી. નાના ભૂલકાઓ બે રૂપિયામાં વેચાતી આ પેપ્સીના નામે મીઠું ઝેર આરોગી રહ્યા છે. આ પેપ્સી આરોગવાથી બાળકોમાં બીમારીનું પ્રમાણ વધવા માંડ્યું છે આ અંગે ફ્રુડ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, ટુંક સમયમાં તપાસ કરી તેની સામે કાયદેસરની તપાસ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.