02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / ફૂલ સમી બાળકી પણ ભારે લાગી...4 વર્ષીય ધ્રુવાની અંતિમ વિદાયમાં લોકો હીબકે રડયા

ફૂલ સમી બાળકી પણ ભારે લાગી...4 વર્ષીય ધ્રુવાની અંતિમ વિદાયમાં લોકો હીબકે રડયા   25/12/2018

અમરોલી અને છાપરાભાઠા વિસ્તારની પ્રાથમિક શાળાનાં બાળકોને ટ્યૂશન આપતા ગુરુકૃપા કલાસીસના સંચાલકો દ્વારા પ્રવાસે લઈ જવાયેલાં બાળકોની બસ શનિવારે 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 વર્ષની માસૂમ ધ્રુવા સહિત 10 બાળકોના મોત નીપજ્યા છે. રવિવારે અમરોલીના સમર્થ પાર્કમાંથી જ્યારે માસૂમ ધ્રુવા સહિત 3 લોકોની અર્થી નીકળતા માહોલ ગમગીન બની ગયો હતો. સગાઓની સાથે હાજર લોકો આંસુ રોકી શક્યા ન હતા.
 
ટ્યુશનથી પ્રવાસે ગયેલી 4 વર્ષની ધ્રુવા પટેલ અને તેણીની માતા હેમાક્ષી પટેલનું પણ અકસ્માતમાં મોત નીપજ્યું હતું, ધૃવાની કાકીએ જણાવ્યું હતું કે ધ્રુવા ટ્યુશન કે સ્કૂલેથી આવી લખવા બેસી જતી હતી. પ્રવાસ જવા પહેલા ધ્રુવાએ સ્કૂલનું હોમવર્ક પણ કર્યું હતું અને ગુજરાતી મૂળાક્ષળ ઘ અને ચ ની પ્રેક્ટિસ કરી હતી.સહુથી દુઃખદ વાત એ છે કે અકસ્માતમાં પોતાની પુત્રી ધ્રુવા સાથે મૃત્યુ પામેલ મીનાક્ષી બેનનો ખોળો લગ્નના 12 વર્ષ બાદ ભરાયો હતો,કુદરતે ક્રૂરતાપૂર્વક એક પિતા પાસે પુત્રી અને એક પતિ પાસેથી પત્ની છીનવી લીધી હતી.

Tags :