02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / પ્રેમ લગ્ન કરનાર ધાનેરાના યુવકની પત્નિ ગુમ થઇ જતા યુવક ચિંતાતુર

પ્રેમ લગ્ન કરનાર ધાનેરાના યુવકની પત્નિ ગુમ થઇ જતા યુવક ચિંતાતુર   30/06/2019

પાલનપુર : બનાસકાંઠાના એક યુવકે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ આ યુવકની પત્નીને યુવકના સાસરીયાં ઉઠાવી ગયા હોવાના આક્ષેપ  વચ્ચે આ યુવક પોતાની ગર્ભવતી પત્ની ને પરત મેળવવા રઝળપાટ કરી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના વાછડાલ ગામના મુકેશ પ્રેમાભાઈ ચૌધરી નામના યુવકની ડીસા તાલુકાના રોબસ ગામની મંજુલાબેન હરજીભાઈ ચૌધરી નામની યુવતી સાથે આંખ મળી જતા પ્રેમ લગ્ન કર્યા હતા. બન્નેની રાજી ખુશીથી કોર્ટ મેરેજ    પણ કર્યા અને આર્ય સમાજમાં પણ લગ્ન કર્યા હતા. ત્યાર બાદ આ યુવક પોતાની પત્નીને લઈ અને સુરત ખાતે રહેવા ગયો. પતિ- પત્ની બંને ખુશ હતા. પરંતુ દસ દિવસ અગાઉ આ યુવક સવારે ઓફિસ જવા નીકળ્યો અને બપોરે જમવાના સમયે ઘરે આવ્યો. ત્યારે તેની પત્ની ઘરે નહોતી. ત્યારે યુવકે શોધખોળ કર્યા બાદ સુરત પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે યુવકનું કહેવું છે કે તેના સાસરિયા પક્ષના લોકો તેની પત્નીને ઉઠાવી ગયા છે. યુવકને તેની પત્ની ગર્ભવતી છે તેની ચિંતા છે. ત્રણ માસનો ગર્ભ છે. ત્યારે અત્યારે તો સુરત પોલીસે બનાસકાંઠા માં ધામા નાખ્યા છે. અને આ યુવકની પત્નીને શોધવાના કામે લાગી છે પરંતુ હવે સર્વસ્વ ગુમાવનાર આ યુવકે સુરત પાલનપુર અને ગાંધીનગરના ધક્કા ખાઇ રહ્યો છે પોતાની પત્ની પાછી મેળવવા રઝળપાટ કરી રહ્યો છે.
 

Tags :