લોકસભા ચુંટણી : બનાસકાંઠા બેઠકમાં બહુમતિ સમાજની બોલબાલા,૧૯૯૮માં પ્રથમવાર ભાજપે જાતિવાદી કાર્ડ ખેલ્યુ હતું

બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર એક સમયે ગઢવી એટલે કે ઈત્તર સમાજનો દબદબો હતો પરંતુ ૧૯૯૧ પછી હાર - જીતના સમીકરણો ઘરમુળથી બદલાઈને જાતિવાદ પુરતા સીમીત થઈ ગયા છે ગત ર૦૧૪ ની ચૂંટણીમાં તો જીલ્લામાંં બહુમતિ જનસંખ્યા ધરાવતા ચૌધરી સમાજના બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. આ વખતે પણ તેનું પુનરાવર્તન થવાની સંભાવના છે મતલબ ચુંટણી બહુમતિ સમાજની બનતી જાય છે. જેના કારણે ઓછી બહુમતિ ધરાવતા અને ઈત્તર સમાજને માત્ર મતદાન કરવાનો વારો આવ્યો છે જેથી લોકશાહીને ‘લુણો’ લાગી રહ્યો છે. સરહદી જીલ્લામાં ચૌધરી પટેલ અને ઠાકોર સમાજની બહુમતિ છે એ પછી દલિત સમાજની પણ વસ્તી મોટી છે પરંતુ એ પછી જીલ્લાભરમાં ઠેરઠેર પથરાયેલ ઈત્તર સમાજ ચૂંટણીના પરીણામમાં ‘નિર્ણાયક’ પુરવાર થાય છે. જે ઈત્તર સમાજના સહારે સ્વ.બી.કે.ગ્ ાઢવી ત્રણ વખત કોંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણી જીતી કેન્દ્રીય મંત્રી મંડળમાં પણ સ્થાન જમાવ્યું હતું. તેમના પછી ર૦૦૯ ની ચૂંટણીમાં ‘મોદી મેજીક’ વચ્ચે પણ તેમના પુત્ર સ્વ. મુકેશદાન ગઢવી વિજેતા બન્યા હતા. જાકે અયોધ્યામાં રામ મંદિરના વિવાદ બાદ ૧૯૯૧ થી હાર-જીતના સમીકરણો બદલાઈ ગયા છે. તેમાં પણ ચુંટણીમાં જાતિવાદી રાજકારણે પગદંડો જમાવી દીધો છે. તેથી ભાજપ કે કોંગ્રેસ બહુમતી ધરાવતા સમાજના ઉમેદવારને ‘મુરતિયો’ બનાવી બેઠક પાકી કરી લે છે .જેના કારણે ઓછી બહુમતિ ધરાવતા અને ઈત્તર સમાજના સક્ષમ ઉમેદવારોને પણ હાંસિયામાં ધકેલાઈ જવું પડે છે જાકે બનાસકાંઠા બેઠક પર ઈત્તર સમાજના ઉમેદવારો ચુંટાતા હતા. ગઢવી પરિવાર સાથે પોપટલાલ જાષી, હરિસિંહ ચાવડા અને જે.વી.શાહ તેનું પ્રમાણ છે.  પરંતુ   ભાજપે ૧૯૯૮ માં બહુમતિ ધરાવતા હરીભાઈ ચૌધરીને ટીકીટ ફાળવી પ્રથમવાર ‘જાતિવાદી કાર્ડ’ ખેલ્યું હતું. જે સફળ નિવડતા જ ઈત્તર સમાજનો ઈજારો ઓછો થવા લાગ્યો કારણ એ પછી ચૂંટણી જીતવા કોંગ્રેસ પણ બહુમતિ સમાજના શરણે જવા લાગી જાકે કોંગ્રેસે ર૦૦૯ માં બહુમતી સમાજના ઉમેદવારને હંફાવવા ઈત્તર સમાજના મુકેશદાન ગઢવીને ટીકીટ આપી હતી. જે દાવ ફરી એકવાર સફળ નિવડ્યો હતો જેથી રાજ્યમાં છવાયેલા ‘મોદી મેજીક’ વચ્ચે પણ કોંગ્રેસનો ગઢ અતુટ રહ્યો હતો. પરંતુ એ પછી લોકસભા જ નહી, વિધાનસભા અને જિલ્લા - તાલુકા પંચાયતોની ચુંટણીમાં પણ ‘જાતીવાદી કાર્ડ’ ખેલાવા લાગ્યું છે તેથી ઈતર સમાજની બાદબાકી થવા લાગી છે. તેમાં પણ ‘સૌનો સાથ સૌનો વિકાસ’ સુત્ર ગુંજતું કરનાર ભાજપે ૧૯૯૮ માંં સર્વપ્રથમવાર જાતિવાદી કાર્ડ ખેલ્યા બાદ એ પછીની છ ચુંટણીમાં એક જ ઉમેદવાર પસંદ કરી તેને પાળ્યું અને પોષ્યું હતું. જેથી જાતિવાદ વકરતા ના છુટકે કોંગ્રેસને પણ જાતિવાદી રાજકારણ ખેલવાની ફરજ પડતા ગત ર૦૧૪ ની ચૂંટણીમાં પ્રથમવાર એક જ સમાજના બે ઉમેદવારો વચ્ચે ટક્કર થઈ હતી. જેથી અન્ય તમામ સમાજને માત્ર મત આપવાનો વારો આવ્યો હતો. આ વખતની ચુંટણીમાં પણ તેનું પુનરાવર્તન થવાની શક્યતા છે. જેના કારણે ઓછી બહુમતી ધરાવતો ઈતર સમાજ નિરાશ થયો છે. જેથી વિશ્વમાં વખણાતી આપણી લોકશાહી ઉપર ‘જાતિવાદ’નો ખતરો મંડરાયો છે. જે લોકશાહી માટે વ્રજઘાત સમાન છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.