બનાસકાંઠા બેઠક પર ઠાકોર સેનાની અપક્ષ ઉમેદવારીથી ખળભળાટ મચ્યો

પાલનપુર સરહદી બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજની અવગણનાના પગલે ઠાકોર સેનાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્‌યો છે. ઠાકોર સેનાના ૨ હોદ્દેદારોએ અપક્ષમાં ફોર્મ ભરતા કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. જોકે અલ્પેશ ઠાકોરના કથિત ઈશારે આ ફોર્મ ભરાયા હોવાનો દાવો તેઓએ કર્યો હતો. બનાસકાંઠામા ઠાકોર સેના કોંગ્રેસથી નારાજ હતી. ઘણા સમયથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર પણ ટિકિટ વહેંચણી મુદ્દે કાંગ્રેસથી નારાજ હોવાની વાતો ચાલી રહી છે. ત્યારે અલ્પેશ ઠાકોરના ઇશારે બનાસકાંઠા લોકસભામાં ઠાકોર સેનાના બે હોદ્દેદારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. ઠાકોર સેનાએ કાંગ્રેસ સાથે છેડો ફાડી લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવતા બહુપાંખિયો જંગ થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
ઠાકોર સેનાના પ્રદેશ ઉપપ્રમુખ સ્વરૂપજી ઠાકોર અને મંત્રી અમૃતજી ઠાકોરે લોકસભામાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેઓની ઉમેદવારીને કોંગ્રેસના રાધનપુર ના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના આશીર્વાદ હોવાનો તેઓએ એકરાર કર્યો હતો. ત્યારે અલ્પેશ ઠાકોરની ભૂમિકાની અટકળો તેજ બની છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.