પાલનપુર પાલિકાના ચેક ઉચાપત કેસમાં બેંકકર્મીની ધરપકડ થતાં ખળભળાટ

રખેવાળ ન્યુઝ પાલનપુર : ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા ના બેંક એકાઉન્ટમાંથી પાલીકાની જાણ બહાર રૂપિયા ચેક મારફતે રૂ.૨૭ લાખ ની ઉચાપત કેસમાં પોલીસે આખરે થરાદ આઇ. સી.આઇ.સી.આઇ બેંકના એકાઉન્ટન્ટ ની ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે. આગામી દિવસો માં મોટા માથાઓના પગ નીચે રેલો આવે તેવી પ્રબળ સંભાવના વચ્ચે રાજકીય ગલીયારાઓમાં હલચલ મચી જવા પામી છે.
પાલનપુર પૂર્વ પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઆ બેંક એકાઉન્ટ અંગે કોઈ પણ પ્રકારની તપાસ કર્યાં વિના ખાતું ખોલી આપ્યું હતું. જેમાં પાલનપુર નગર પાલિકાના એકાઉન્ટમાં થી બનાવટી ચેકના  ૧૮.૬૨ લાખ જમા થયા હતા. જેના પગલે થરાદ આઈ.સી. આઈ.સી.બેંક કર્મી ભરતભાઇ વાલજી ભાઈ રાઠોડની ધરપકડ કરાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા ચેક પ્રકરણમાં આખરે પોલીસ આરોપી ઓ સુધી પહોંચવામાં સફળ થઈ છે. અગાઉ ડીસા નહેરૂનગર વાદીટેકરા વિસ્તારમાં રહેતો ભુપતજી તગાજી વાદીએ પાલનપુર નગરપાલિકાનું ખોટુ લેટરપેડ બનાવી નગરપાલિકાને ચેકબુકોની જરૂર હોવાનું લખાણ લખી પાલનપુર એચ. ડી. એફ. સી. બેંકમાં આપ્યું હતુ. જેના આધારે બેંકે ચેક બુક ઇસ્યુ કરી હતી. જેમાં ભુપતજી વાદીએ બે ચેકમાં ચીફ ઓફિસર પંકજ બારોટ અને પાલિકાના એકાઉન્ટન્ટ મહેશભાઇ ની ખોટી સહિઓ કરી રૂ. ૧૮,૬૨,૩૮૫ પોતાના થરાદ સ્થિત બેંકના ખાતામાં જમા કરાવ્યા હતા. જોકે, આ ઠગાઇ ની પાલિકાને જાણ થતાં મુખ્ય અધિકારી પંકજ બારોટે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 
જેના આધારે પોલીસે ડીસાના કોન્ટ્રાકટર ભુપતજી વાદી અને અન્ય શખ્સો સામે ગૂનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં નગરપાલિકાની ચેકબુકને બેંક માંથી બારોબાર લઇ જવામાં આવી હોવાની ચીફ ઓફિસરની કબૂલાત તેમજ ચેક પર એકાઉન્ટન્ટની જે સહી હતી તેના નમૂના એફ એસ એલમાં મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આવ્યો હોવાની ચર્ચા વચ્ચે પાલનપુર પૂર્વ પોલીસે આ કેસમાં થરાદ આઇ સી આઇ સી આઇ બેંકના એકાઉન્ટન્ટ ભરતભાઈ વાલજીભાઈ રાઠોડની ધરપકડ કરી છે. આરોપી આ બેંક એકાઉન્ટ ફ્રોડ હોવાનું જાણતો હોવા છતાં ખાતું ખોલી આપ્યું હતું. જેમાં રૂપિયા ૧૮.૬૨ લાખ જમા થયા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.