રાજસ્થાનના માવલ પાસેથી વિદેશી દારૂ ઝડપાયો

 
 
 
           રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી યથાવત રહેવા પામી છે. દારૂ બંધીની વાતો માત્ર સહકારી કાગળો પરનું ચીતરામણ જ બની રહેવા પામ્યું છે. લાખો રૂપિયાનો દારૂ આવે છે.અને પોલીસ પકડી પણ પાડે છે. ત્યારે ગુજરાતની સરહદને અડીને આવેલી માવલ ગામ નજીક વાહન ચેકીંગ દરમિયાન રાજસ્થાન પોલીસને મોટી સફળતા મળી છે. ત્યારે હવે ગુજરાતમાં દારૂ ઘુસાડવાની બુટલેગરો દ્વારા તદન નવી પધ્ધતિ અપનાવવામાં આવી હોવા છતાં દારૂ ઘુસાડવામાં નિષ્ફળ પ્રયાસ થયો છે.
જાણવા મુજબ ગત ગુરૂવાર બાતમીના આધારે માવલ નજીક પોલીસ દ્વારા ચેકીંગ દરમીયાન દુધ ટેન્કર નં.જી.જે.૧૬. ઝેડ૯૮૦ર નંબરના ટેન્કરને પોલીસે રોકવાનું જણાવતાં ટેન્કરનો ચાલક તેના વાહનને દુર ઉભું રાખી વાહન મુકીને નાસી છુટ્યો હતો. દરમીયાન ટેન્કરનું ચેકીંગ કરતાં તેમાં પ૪પ દારૂના કારટુન હતા જે પોલીસે કબજે કરી અંદાજે વિદેશી દારૂ સહિત ૩પ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. અત્યારે ગુજરાત પોલીસ ગણતંત્ર દિવસની તૈયારીમાં વ્યસ્ત હોઈ બુટલેગરોએ ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરે છે. પરંતુ રાજસ્થાન પોલીસે દારૂ ભરેલ દુધનું ટેન્કર જપ્ત કરી બુટલેગરોની યોજના પર ઠંડુ પાણી ફેરવી દીધું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.