પ્રેમ લગ્ન કરનાર બહેન-બનેવીની હત્યા કરનાર ભાઈની ધરપકડ

અમદાવાદ: સાણંદના જાદવવાસમાં ગઇ કાલે સાંજે પ્રેમલગ્ન કરનાર યુવક-યુવતીની હત્યા મામલે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ આરોપી ભાઇની ધરપકડ કરી છે. પોતાની બહેને ભાગીને છારોડીના યુવક સાથે પ્રેમલગ્ન કરી લેતા આવેશમાં આવી જઇ હ‌ાર્દિક ચાવડાએ પોતાના બહેન-બનેવીને છરીનાં ઘા ઝીંકી દઇ મોતને ઘાટ ઉતારી દીધા હતા.

 

આ બનાવ બાદ હાર્દિક નાસી છૂટ્યો હતો જોકે મોડી રાત્રે અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે હાર્દિકની શોધખોળ કરી ઝડપી લીધો હતો. યુવતીએ ભાગીને લગ્ન કરી લેતા સમાજમાં બદનામી થતા પરિવારે ઘર છોડી વિરમગામ જવા રહેવા જવું પડ્યું હતું.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.