ડીસામાં લાખોના ખર્ચે નંખાયેલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં

ડીસા : ડીસા નગર પાલિકા દ્વારા  શહેરીજનોના જાનમાલની સલામતી અને સુરક્ષાને લઈ વિવિધ સર્કલ ઉપર લાખોના ખર્ચે સીસી ટીવી કેમેરા   નાખવામાં આવ્યા છે. સમગ્ર શહેર ઉપર બાજ નજર રાખતા તમામ કેમેરાનું મોનિટરિંગ ડીસા પાલિકા ખાતેના કન્ટ્રોલ રૂમ ઉપરથી કરવામાં આવે છે.જો કે હાલમાં આ કેમેરાઓમાં ટેક્નિકલ ખામી સર્જાતા હાલ તમામ કેમેરા બંધ થઈ જવા પામ્યા છે.પાલિકા ખાતે હાલમાં કોઈ ટેકનિશિયન ન હોઈ  કેમેરા ઘણા સમયથી બંધ હાલતમાં છે.
સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વિવિધ મહાનગરપાલિકાઓ, પાલિકા ઓના આધુનિકરણ માટે કરોડો રૂપિયાની વિકાસલક્ષી યોજનાઓ માટે ગ્રાન્ટ ફાળવવા માં આવી હતી.જેમાં વર્ષ ૨૦૧૬/૧૭ માં ડીસા નગર પાલિકા દ્વારા  શહેરમાં બનતી ગુનાહિત ઘટનાઓ ઉપર બાજ નજર રાખવા  માટે  વિવિધ સર્કલ જેવા કે સરદાર બાગ સર્કલ, જલારામ સર્કલ, ગાયત્રી સર્કલ, એસ.સી. ડબ્લ્યુ.હાઈસ્કૂલ સર્કલ, રાજમંદીર સર્કલ,
 સોની બજાર સર્કલ, રિસાલા સર્કલ, અંબિકા ચોક એરપોર્ટ સર્કલ ઉપર ૨૪ લાખ ના ખર્ચે અતિ આધુનિક એવા વાયરલેસ સીસી ટીવી કેમેરા તૈનાત કરવામાં આવ્યા હતા આ તમામ કેમેરાનું મોનીટરીંગના કારણે ડીસા શહેર બનેલી અનેક ગુનાહિત ઘટનાઓમાં આરોપીઓને ઓળખી તેને ઝડપી પાડવામાં પોલીસને પણ મદદરૂપ થવાની સાથે આમ જનતાને પણ ઉપયોગી  થતા હતા.પરંતુ અદ્યતન અને આધુનિક તથા ઉપયોગી તમામ સીસી ટીવી કેમેરામાં ટેક્નિકલ ખામી સર્જતાં  હાલ બન્ધ થઈ જવા પામ્યા છે. આ તમામ કેમેરાનું મોનીટરીંગ કરતા ટેક્નિસિયનના આભવે તેનું રીપેરીંગ કામ પણ થઈ  શક્યું નથી  જેને લઈ શહેરીજનોની સુરક્ષા ઉપર પણ સવાલ ઉભા થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ ડીસાના ગાયત્રી મંદિર નજીક એક ખેડૂતને બેભાન બનાવી કેટલાક શખ્સોએ તેને લૂંટી લીધો હતો.જેની  ફરિયાદ બાદ ઉત્તર પોલોસની ટિમ સી સી ટીવી ફૂટેજ માટે પાલિકા કચેરીનો સમ્પર્ક કરતા કેમેરા બંધ હોઈ ફૂટેજ મળી શક્યાં ન હતા.આમ  શહેરના સીસી ટીવી કેમેરા બંધ હાલતમાં હોઈ ગુનાહિત પ્રવુતિઓ કરતા અસામાજિક તત્વોને પણ છૂટો દોર મળી રહ્યો છે.આ બાબતે ડીસા પાલિકા ના ચીફ ઓફિસરનો મોબાઈલ સમ્પર્ક કરતા તેમનો ફોન સ્વીચ ઓફ હોવાનું જાણવા મળ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.