ડીસાના જમીન વિવાદમાં પોલીસ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે પોલીસ અધિક્ષક સમક્ષ રજૂઆત

ડીસા બનાસકાંઠાના વેપારી મથક ડીસા ખાતે પાટણ હાઇવે પરની જમીનના  વિવાદમાં નામદાર કોર્ટે અરજદારને કબ્જો સુપ્રત કરાવવાનો આદેશ કર્યા બાદ  પોલીસે કાળા કપડાં પહેરેલા બાઇન્સરો સાથે વિવાદિત સ્થળે ધસી જઇ કબ્જેદાર પરિવાર પર અત્યાચાર ગુજાર્યો હોવાના મામલે ઉહાપોહ સર્જાયો છે અને કથિત  પોલીસ દમનનો વિડિઓ વાયરલ થઈ ગયા બાદ પીડિત પરિવારે ડીસા દક્ષિણ પોલીસ મથકમાં ધામા નાખી પોલીસ અધિક્ષક સમક્ષ અરજ ગુજારી ન્યાયની  માંગણી કરતાં પોલીસ તંત્ર મુશ્કેલીમાં મુકાય તેવો ઘાટ ઘડાયો છે.
 
આ વિવાદાસ્પદ પ્રકરણની વિગતો કઈક એવી છે કે ડીસા ખાતે પાટણ હાઇવે પર સાર્થક બંગલોઝ આગળની જમીનની માલિકીના વિવાદનો મામલો લાંબા  સમયથી ચર્ચામાં હતો. દરમ્યાન તાજેતરમાં જ ડીસાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે આ જમીનનો કબ્જો અરજદારને સુપ્રત કરાવવાનો આદેશ કરતા ડીસા ઉત્તર  પોલીસ મથકના અધિકારીઓએ  ખાનગી બાઉન્સરો સાથે રવિવારે સાંજે વિવાદિત સ્થળે ધસી જઇ પીડિત પરિવાર અને આ પરિવારની એક સગર્ભા મહિલા પર  પણ અમાનવીય અત્યાચાર ગુજારતા ચકચાર મચી હતી. આ પોલીસ દમનનો વિડીયો પણ વાયરલ થઈ ગયો હતો. બીજી બાજુ, કહેવાતા જમીન માલિકના  ઈશારે આ પ્રકરણમાં પોલીસે ગુજારેલા દમનથી ફફડી ઉઠેલા કબ્જેદાર પરિવારના સભ્યોએ ડીસા દક્ષિણ પોલીસ મથકમાં ધામા નાખી ગતરોજ આ મામલે ફેક્સ  મેસેજથી પોલીસ અધિક્ષક સમક્ષ રજુઆત કરી ન્યાયની અરજ ગુજારતા હવે આ પ્રકરણમાં ડીસા દક્ષિણ  પોલીસની બોલતી બંધ થઈ ગઈ છે અને આ મામલે  પોલીસની મુશ્કેલી પણ વધે એવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.