ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમ વર્ષાના પગલે બનાસકાંઠા સહિત ગુજરાતના અન્ય વિસ્તારો ઠંડીમાં ઠૂંઠવાઇ રહ્યા છે ત્યારે ગુજરાતની સરહદને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર પણ કાતિલ સતત ચોથા દિવસે પણ કાતિલ ઠંડીનું જોર યથાવત રહેતા સ્થાનિક રહીશો ઉપરાંત સહેલાણીઓ પણ મુશ્કેલી વેઠી રહ્યાં છે. માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાનનો પારો નીચો ઉતરી જતાં આ હિલ સ્ટેશનના કેટલાય વિસ્તારોમાં બરફના થર જામી ગયા છે ઉતર ભારતના પહાડી વિસ્તારમાં થઈ રહેલી ભારે હિમ વર્ષાને કારણે ઠંડીનું જોર વધ્યું છે.ત્યારે રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર સતત ચોથા દિવસે પર ઠંડીનો પારો જમાવ બિંદુ પર રહેતાં સ્થાનિક લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યાં છે. હિલ સ્ટેશનના લોકો હાલ રીતસર ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે. કાતિલ ઠંડીના પગલે શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી વેઠવી પડે છે. ઠંડીને લીધે માઉન્ટ આબુના નક્કી લેક પર નૌકાવીહાર સ્થળે બોટ પર, ખુલ્લા મેદાનમાં, ઘરની બહાર રાખેલા વાસણો અને પાર્ક થયેલી કારો પર બરફની ચાદરો જામી ગઈ છે.