થરાદના ભાચરમાં સામાન્ય બાબતે સગીર વિધાર્થી પર હુમલો

થરાદના ભાચર ગામનો હિતેશભાઇ વાઘાભાઇ ચૌહાણ નામનો ધોરણ ૧૦ નો વિધાર્થી બુધવાર ની સાંજના સુમારે કરીયાણાનો સામાન લેવા માટે ગયો હતો. દરમ્યાન કમાલપુરાના બોર્ડ નજીક આવતાં દેહળાભાઇ રામાભાઇ દલિત અને તેનો પુત્ર પ્રેમજીભાઇ સામા મળતાં તુ અને તારો બાપ કેમ અમારા પર વારંવાર ફરીયાદ કરો છો તેમ કહીને અપશબ્દો બોલી ગડદાપાટુ અને ધોકા વડે માર મારી કપડાં ફડાવી ઇજાઓ પહોંચાડી હતી. આ વખતે તેના ખિસ્સામાં રહેલા સાડા સાતસો રૂપીયા પણ પડી ગયા હતા. વિધાર્થીની ફરીયાદના આધારે પોલીસે બંન્ને પિતા-પુત્રની સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.