વડગામની બેન્કમાંથી રૂ. ૬૭૫૦૦ ની ઉચાપતના કેસમાં બેન્કના સેવકનો નિર્દોષ છુટકારો

છાપી :  વડગામ ખાતે આવેલી દેના બેન્ક માંથી વીસ વર્ષ અગાઉ રૂ. ૬૭૫૦૦ ની ઉચાપત થતા બેન્કના મેનેજરે બેન્કમાં સેવક તરીકે ફરજ બજાવતા લાભશંકરભાઈ ભોજક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.જેનો કેસ ના. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ની કોર્ટમાં ચાલી જતા ના. કોર્ટે આરોપીનો નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ વડગામ ખાતે આવેલી દેના બેન્ક માંથી વિસ વર્ષ અગાઉ બે અલગ અલગ ખાતામાંથી ડુપ્લીકેટ શહીઓ દ્રારા કુલ રૂ. ૬૭૫૦૦ની ઉચાપત થતા બેન્ક ના મેનેજર ઇશ્વરચન્દ્ર સાગરે બેન્કમાં સેવક તરીકે ફરજ બજાવતાં લાભશંકર નારાયણદાસ ભોજક વિરુદ્ધ વડગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જેનો કેસ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા આરોપી પક્ષના વકીલ રસિકલાલ એમ.મોઢની ધારદાર દલીલોને ના. કોર્ટે ના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રીશામનાથ  ચન્દ્ર મોહન વેમુલાએ ગ્રાહ્ય રાખતા આરોપી સેવક ને ઇપીકો કલમ ૪૦૮ ના ગુનામાં  નિર્દોષ ઠેરવી છોડી મુકવા હુકમ કર્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.