કાર ડિવાઈડર કુદીને ટ્રક સાથે ટકરાતા એક જ પરિવારના 4 લોકોના મોત

નડિયાદનું એક પરિવાર મંગળવારે સાંજે નેશનલ હાઇવે.નં 8 પરથી પોઇચા જઈ રહ્યું હતું. આ દરમિયાન ગોલ્ડન ચોકડી પાસે ગાડીના ચાલકે કાબુ ગુમાવી દેતા ગાડી ડિવાઈડર કૂદીને સામેની તરફથી આવી રહેલી ટ્રકના સામેના ભાગે અથડાઈ હતી. અકસ્માતને પગલે ગાડીમાં બેસેલા 8 લોકો પૈકી 4 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ચાર લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હરણી પોલીસે ચારેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.
 
ગોલ્ડન ચોકડી પાસે થયેલા ગોઝારા અકસ્માતમાં કારની પાછળની બાજુએ બેસેલી બે બાળકીઓનો અદભૂત બચાવ થયો હતો. બે સગી બહેનો જીયા સોલંકી (ઉ.વ 2) અને સાક્ષી સોલંકી (ઉ.વ 4)નો આબાદ બચાવ થયો હતો. અકસ્માતના પગલે ગાડીના આગળના ભાગને જ નુકશાન પોહચ્યું હતું જેના કારણે પાછળ બેસેલી બાળકીઓ બચી ગઇ હતી. સદનસીબે એરબેગ ખુલી જવાને કારણે ગાડીના ડ્રાઈવરનો પણ જીન બચ્યો હતો.
 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.