ત્રણ દિવસ પહેલા એશિયન ગેમ્સમાં મેડલ જીતીને પરત ફર્યો ખેલાડી, હવે વેચી રહ્યો છે ચા

ઇન્ડોનેશિયામાં રમાયેલી 18મી એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે. દેશ માટે જ્યારે 15 ગોલ્ડ, 24 સિલ્વર અને 30 બ્રોન્ઝ મેડલ જીતીને પ્લેયર પરત ફર્યા ત્યારે તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યુ હતું. સારો સમય જલ્દી વિતી જાય છે આવુ જ કઇંક દિલ્હીના હરીશ કુમાર સાથે થયુ છે. હરીશ બ્રોન્ઝ મેડલ જીતનારી સેપક ટકરા ટીમનો ભાગ હતો. જોકે, ઇન્ડોનેશિયાથી પરત ફર્યાના બે દિવસ બાદ જ તે ચા વેચી રહ્યો છે.
 
હરીશ જણાવે છે- 'પિતા ચાની દુકાન ચલાવે છે જે કમાણીનો એકમાત્ર વિકલ્પ છે, પરિવાર મોટો છે, મારી બે બહેનો અંધ છે, માટે એશિયન ગેમ્સમાંથી પરત ફર્યા બાદ ફરી દુકાન સંભાળી રહ્યો છું, જેથી પિતાની મદદ કરી શકુ અને કમાણી વધારી શકું.
 
એશિયાડમાં બ્રોન્ઝ મેડલ જીતીને સેપકટકરાની ટીમ શુક્રવારે પરત ફરી હતી. દિલ્હીના આ ખેલાડીઓનું સ્વાગત કરવા દિલ્હી સરકાર તરફથી કોઇ પહોચ્યુ નહતું. આટલુ જ નહી તેમને એરપોર્ટથી લાવવા માટે બસની પણ વ્યવસ્થા કરવામાં આવી નહતી. લોકોએ પૈસા ભેગા કરીને બસ કરી હતી. બસ સ્ટાર્ટ થતા જ બંધ થઇ ગઇ હતી પછી ખેલાડીઓએ જ તેને ધક્કો મારીને ચાલુ કરી હતી.
 
દિલ્હીના ચાર ખેલાડી (હરીશ, સંદીપ, ધીરજ, લલિત)ની આર્થિક સ્થિતિ સારી નથી. આ ખેલાડીઓને લાવવા માટે કોલોનીએ પૈસા ભેગા કરીને મિની બસ કરી હતી.
 
સેપક ટકરા ભારતના નોર્થ ઇસ્ટની જાણીતી રમત છે, આ રમતમાં વોલીબોલ,ફૂટબોલ અને જિમ્નાસ્ટિકનું મિશ્રણ છે. આ રમતને ઇન્ડોર હોલમાં 20 ગુણા 44ના આકારની જગ્યામાં સિન્થેટીક ફાઇબરના બોલથી રમવામાં આવે છે.આ રમત 2 પ્રકારથી રમાય છે. પ્રથમ ટીમ ઇવેન્ટ હોય છે જેમાં 15 ખેલાડી હોય છે બીજી રેગૂ ઇવેન્ટ હોય છે, જેમાં 5 ખેલાડી આ રમતમાં સામેલ થાય છે.એશિયન ગેમ્સમાં ભારત 2006થી આ રમતમાં ભાગ લઇ રહ્યું છે પરંતુ પ્રથમ વખત કોઇ મેડલ મળ્યો છે.       
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.