આણંદ જતા કરમસદ ઓવરબ્રિજ પર કાર-લક્ઝરીબસ અથડાઈ, કારચાલક બળીને ખાખ

શહેરના જનતા કરમસદ ઓવરબ્રિજ પર લકઝરી બસ અને કારની ટક્કર થઈ હતી. અકસ્માતને પગલે બંને વાહનોમાં આગ લાગી હતી. જેને પગલે કારમાં સવાર ચાલક બહાર નીકળી શક્યો ન હતો અને બળીને ભડથું થઈ ગયો હતો.
 
શનિવારે મોડી રાત્રે 3 વાગ્યા આસપાસ બનેલા બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી તેમજ આસપાસના રહીશો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હત ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો લકઝરીમાં સવાર ચાલક, ક્લિનર અને મુસાફરોને ઈજા કે જાનહાનીની કોઈ વિગત પ્રાપ્ય થઈ નથી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.