પાટણ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાની તૈયારીઓ અંગે પત્રકાર પરિષદ યોજાઈ

 
 
 
 
 
                          કેન્દ્રી ય ચૂંટણીપંચ દ્રારા ગુજરાત લોકસભાની સામાન્ય  ચૂંટણી-૨૦૧૯ યોજવાની જાહેરાત કરતાં પાટણ જિલ્લા માં ૩-પાટણ લોકસભા બેઠકની ચૂંટણી પ્રક્રિયાની તંત્ર દ્રારા કરાયેલી સર્વગ્રાહી તૈયારીઓ અંગે જિલ્લા. ચુંટણી અધિકારીઆનંદ પટેલ મીડીયાને અવગત કરતાં જણાવ્યું  હતું કે, ભારતના ચૂંટણીપંચે તા.૧૦/૦૩/૨૦૧૯ ના રોજ લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરેલ છે. જે અન્વયે ૦૩-પાટણ સંસદીય મતદાર વિભાગની બેઠક માટે તા.૨૩/૦૪/૨૦૧૯ ના રોજ મતદાન યોજાનાર છે. તા.૨૮/૦૩/૨૦૧૯ થી તા.૦૪/૦૪/૨૦૧૯ સુધી ઉમેદવારો તેમના ઉમેદવારીપત્રો સવારે ૧૧-૦૦ કલાકથી બપોરના ૦૩-૦૦ કલાક સુધી ભરી શકશે. ઉમેદવારી પત્ર ચકાસણીની તારીખ- ૦૫/૦૪/૨૦૧૯ છે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ ૦૮/૦૪/૨૦૧૯ છે. તથા તારીખ ૨૩/૦૫/૨૦૧૯ ના રોજ મતગણતરી થશે. અને ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થવાની તારીખ ૨૭/૦૫/૨૦૧૯ છે.   પાટણ સંસદીય મતવિસ્તારમાં (૧) ૧૧-વડગામ (૨) ૧૫-કાંકરેજ (૩)૧૬-રાધનપુર (૪) ૧૭-ચાણસ્મા (૫) ૧૮-પાટણ (૬) ૧૯-સિધ્ધપુર (૭) ૨૦-ખેરાલુ એમ કુલ-૭ વિધાનસભા મતદાર વિભાગનો સમાવેશ થાય છે.પાટણ સંસદીય મતવિસ્તારમાં કુલ-૧૨૫૧ મતદાન મથક સ્થળ અને ૨૧૦૪ મતદાન મથક આવેલા છે. પાટણ સંસદીય મતવિસ્તારમાં ૯૩૪૦૮૬ પુરૂષ મતદારો ૮૬૩૮૨૪ સ્ત્રી મતદારો તથા ૨૩ અન્ય મતદારો મળી કુલ ૧૭૯૭૯૩૩ મતદારો નોધાયેલ છે.  ચૂંટણી પ્રક્રિયા દરમ્યા ન આદર્શ આચાર સહિતાના ચુસ્તિ અમલ માટે નોડલ અધિકારી સહિત નોડલઅધિકારી મેન પાવર મેનેજમેન્ટઆ,ઇવીએમ-વીવીપીએટી મેનેજમેન્ટા, ટ્રાન્સતપોર્ટ સ્ટાફ ટ્રેનીંગ, ખર્ચના નોડલ અધિકારી મળી કુલ ૧૮ નોડલ અધિકારીને ફરજબધ્ધ૩ કરવામાં આવ્યાટ છે. મતદાતાઓ માં મતદાન માટેનો ઉત્સાહ વધારવા અને વી.વી.પી.એ.ટીની સમજણ માટે સતત જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.