પાલનપુરમાં પ્લોટ ઉપર બથામણીયો કબ્જો કરવા મામલે પૂર્વ ધારાસભ્યની અટકાયત

રખેવાળ ન્યુઝ, પાલનપુર : પાલનપુર ભાજપના પૂર્વ ધારાસભ્ય દ્વારા પ્લોટ ઉપર બથામણીયો કબ્જા કરવાના મુદ્દે આખરે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. આ અંગે પૂર્વ ધારાસભ્ય અને તેમના વાહનના ચાલક સામે ગૂનો નોંધી પોલીસે બન્નેની ધરપકડ કરી હતી અને બાદમાં જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા. પાલનપુરમાં રહેતા જાગૃતિબેન નરેશભાઈ ચંદાણીએ ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ પર તેમના પ્લોટમાં ગેરકાયદેસર રીતે કબજો કરી રહયા હોવાના આક્ષેપો કર્યા હતા. દરમિયાન બુધવારે ઉપરોકત પ્લોટનુ માલિક યુગલ પાલનપુરની એસ.પી. કચેરી ખાતે પહોંચી ગયું હતુ. અને એસ. પી કચેરી ખાતે પહોંચી તેમની ફરિયાદ પશ્ચિમ પોલીસ ન લેતી હોવાના આક્ષેપો પણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે,  મહેસાણાના મંજુલાબેન પટેલ પાસેથી વેચાણથી રાખ્યો હતો. મંજુલાબેનએ આ પ્લોટ લીલાબેન ગોવિંદભાઈ પ્રજાપતિ પાસે થી ખરીદેલો હતો. જેનું ટાઇટલ ક્લિયર છે. પ્લોટ અમારા નામે છે. અમારે અને ગોવિંદભાઇને પ્લોટ બાબતે કોઈ લેવાદેવા નથી. છતાં બુધવારે પુનઃ તેમણે પ્લોટ ઉપર કબ્જો કરવાનો પ્રયાસ કર્યો છે. 
આ અંગે આખરે પશ્ચિમ પોલીસ મથકે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ માધવ પ્રજાપતિ અને તેમના વાહન ચાલક અરવિંદભાઈ મોહનભાઈ પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાઈ હતી. અને પોલીસે બન્નેની ધરપકડ કરી હતી. જોકે, બાદમાં તેઓ જામીન ઉપર મુક્ત થયા હતા. ભાજપના પૂર્વ ધારાસભ્ય પ્લોટના મુદ્દે વિવાદમાં ફસાતા ભારે ચકચાર મચી જવા પામી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.