02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / ત્રીજી પણ દીકરી જન્મી તો પાડોશીઓએ કહ્યું'તું મારી નાખો, પિતાએ તેમને ભગાડ્યા અને ભણાવી-ગણાવીને દીકરીને બનાવી ખ્યાતનામ ડોક્ટર

ત્રીજી પણ દીકરી જન્મી તો પાડોશીઓએ કહ્યું'તું મારી નાખો, પિતાએ તેમને ભગાડ્યા અને ભણાવી-ગણાવીને દીકરીને બનાવી ખ્યાતનામ ડોક્ટર   02/08/2018

જૂના પંજાબના ગુજરાંવાલા વિસ્તારમાં એમ.આર. ગુલાટીના ઘરે ત્રીજી દીકરી જન્મી ત્યારે પાડોશીઓએ સલાહ આપી હતી કે આને મારી નાખો. કારણકે, પાડોશના ઘરમાં એક દીકરીને જન્મતાં જ મારી નાખ્યાપછી તે ઘરમાં બે જોડિયાં દીકરાઓ જન્મ્યાં હતા. એમ.આર. ગુલાટીએ પોતાની દીકરીને મારી નાખવાની વાત તો દૂર રહી પરંતુ આવી સલાહ આપનારાઓને જ બકવાસ જણાવીને તેમને ઠપકો આપ્યો હતો. ગુલાટીએ ત્રણેય દીકરીઓને ભણાવી અને તેમની ત્રીજી દીકરી 1984માં પીજીઆઇમાં એચઓડી ઉપરાંત ન જાણે કેટલીય પોસ્ટ્સ પર કામ કર્યા પછી હવે લગભગ 75 વર્ષની થઇ ગઇ છે.
 
 
એક હકારાત્મક વિચારે ડૉ. નિર્મલ ગુલાટીના પિતાએ તેને મરવામાંથી બચાવી લીધી, એટલું જ નહીં, તેને ભણાવીને ડોક્ટર બનાવી.
તે જ વિચારધારાને આગળ વધારીને ડૉ. નિર્મલ ગુલાટીએ પોતાના જીવનમાં અનેક વિદ્યાર્થિનીઓને સારા ડોક્ટર્સ બનાવી ચૂકી છે. જે આજે દેશ-વિદેશના અલગ-અલગ હિસ્સાઓમાં મહિલા વિશેષજ્ઞોના રૂપમાં કામ કરી રહી છે. 
જે.જે. ઇન્સ્ટિટ્યૂટમાં સ્ત્રીરોગને લઇને એક સેમિનારમાં ભાગ લેવા આવેલા સિનિયર ડોક્ટર નિર્મલ ગુલાટીની સાથે રાજ્યની લગભગ 50 મહિલા ડોક્ટરો ભેગી થઇ. 
ડોક્ટર નિર્મલ ગુલાટીએ કહ્યું- દીકરીઓને બચાવવાની તેમજ ભણાવવાની વિચારધારા હજુ પણ લોકોમાં આવવાની બાકી છે. પણ જેવું તેમના પિતાએ સાહસ દર્શાવ્યું હતું, તેવું સાહસ આજે પણ જ્યારે કોઇ પિતા દર્શાવે છે તો તેમને તેમના બાઉજી (પિતાજી)ની યાદ આવી જાય છે.

Tags :