ડીસામાં ધોળા દિવસે સોનાની ચેનની ચીલઝડપ

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં ભેજાબાજ ટોળકી સક્રિય હોવાના પુરાવા રૂપ વધૂ એક ચિલઝડપનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ડીસામાં છેલ્લા ઘણા સમયથી સક્રિય ભેજાબાજ ટોળકી અવારનવાર આબાદ દાવ અજમાવી જાય છે ઢુવાની વિધવા મહિલાએ વાસણની દુકાનમાં વજન કાંટા પાસે મુકેલી દાગીના ભરે લી થેલી કોઈ ગઠિયો આબાદ ઉઠાવી ગયો હતો જે સમાચારની હજી શ્યાહી પણ સુકાઈ નથી ત્યાં ધોળા દિવસે ચિલઝડપનો બનાવ બનવા પામ્યો છે જેની મળતી વિગતો મુજબ શહેરના હરસોલિયાવાસમાં રહેતા રાણાભાઇ મગાજી જોશી (ઉ.વ. 70 ) પત્ની સાથે ડૉ. પ્રવિણ ઠક્કર ના દવાખાને ગયા હતા જ્યાં કામ પતાવી પરત ઘરે જતા હતા ત્યારે ઘરના ઝાંપામાં વળતા જ એક બુકાનીધારી યુવક તેમના ગળામાં હાથ નાખી  બે તોલા સોનાનીઈ ચેન ઝુંટવી  ભાગી છૂટ્યો હતો અચાનક બનેલા બનાવથી હેબતાઈને તેમણે બુમાબુમ કરી હતી પરન્તુ યુવક ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.
 
ચિલઝડપના પ્રયાસમાં યુવકે ધક્કો મારતાં તેમને હાથે ફેક્ચર પણ થવા પામ્યું હતું આ બાબતે તેમણે દક્ષિણ પોલીસ મથકે રૂ. 80000 ની સોનાની ચેનની ચિલઝડપની અજાણ્યા શખ્શ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પરન્તુ પોલીસે માત્ર જાણવા જોગ નોંધ કરી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો ભેજાબાજ ટોળકીના તરખાટથી આમ પ્રજામાં ભયની લાગણી છવાઈ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.