02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / દિલ્હી-NCRમાં ધોધમાર વરસાદ, આ રાજ્યોમાં હવામાન વિભાગે જાહેર કર્યું હાઇ એલર્ટ

દિલ્હી-NCRમાં ધોધમાર વરસાદ, આ રાજ્યોમાં હવામાન વિભાગે જાહેર કર્યું હાઇ એલર્ટ   02/09/2018

ન્યૂ દિલ્હીઃ દિલ્હી-NCRમાં આજ સવારથી જ સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ ભારે વરસાદને લઇને અનેક વિસ્તારોમાં ચારે બાજુ પાણી ભરાઇ ગયેલ છે. જેનાંથી લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીનાં ગ્રેટર કૈલાશ, આરકેપુરમ, હોજખાસ વિસ્તારમાં પણ ભારે વરસાદ થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે વિભાગ તરફથી રજૂ કરાયેલ હવામાન પૂર્વાનુમાન અનુસાર પૂર્વોત્તર રાજ્યો અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા તેમજ ઉત્તરી રાજ્યો ઉત્તરાખંડનાં કેટલાંક વિસ્તારોમાં આજે મૂશળધાર વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે.

આ સિવાય અસમ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમનાં ઉપ હિમાલયી ક્ષેત્રો, ઓરિસ્સા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, પૂર્વી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગોવા અને છત્તીસગઢમાં કેટલીક જગ્યાઓ પર આગામી 24 કલાકોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

Tags :