માછલી વેચતી કોલેજની વિદ્યાર્થિની થઇ સોશિયલ મીડિયામાં ટ્રોલ, ખરાબ ટિપ્પણી કરનાર સામે સરકારની લાલ આંખ, 1ની ધરપકડ

છેલ્લા ત્રણ દિવસથી કેરળના કોચ્ચિમાં રહેતી કોલેજની વિદ્યાર્થિની સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. માછલી વેચીને અભ્યાસ કરતી આ વિદ્યાર્થિનીને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં હનાન હામિદ નામની આ વિદ્યાર્થિની ત્યારે ચર્ચામાં આવી કે જ્યારે તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં આવી. તેમાં તે કોલેજ યુનિફોર્મમાં માછલી વેચતી જોવા મળી હતી. તે પછી સોશિયલ મીડિયામાં તેના વિશે સામસામી ટિપ્પણીઓ થવા લાગી. કેટલાક લોકોએ તેની પ્રશંસા કરી તો કેટલાકે કહ્યું કે આ તસવીરો ફિલ્મની છે, જ્યારે કેટલાંક લોકોએ ખૂબ ખરાબ ટિપ્પણીઓ કરીને હનાનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી. ત્યારબાદ હનાને આ બાબતે ખુલાસો કર્યો કે તે ઘર ચલાવવા માટે માછલી વેચે છે. ત્યારે કેરળ સરકાર તેની મદદે આવી અને પોલીસને કડક પગલાં લેવાના આદેશ આપ્યા. પોલીસે આ મામલે વાયાનંદથી એક યુવાનની ધરપકડ પણ કરી છે, જેણે હનાન વિરુદ્ધ ભદ્દી કોમેન્ટ કરી હતી.
 
 
હવે હનાન હામિદે આ બાબતમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેણે કહ્યું છે કે તે ખરેખર ગરીબ છે. તે માછલી વેચવાનું કામ પોતાનું ઘર ચલાવવા માટે કરે છે. તેની મા બીમાર રહે છે. તેના પિતા અને મા અલગ થઇ ચૂક્યા છે. તેથી તેની માની દેખભાળ કરવા અને પરિવાર ચલાવવા માટે આ કામ કરવું પડે છે.
 
હનાનના જણાવ્યા અનુસાર, રોજ તેનો દિવસ સવારે 3 વાગ્યાથી શરૂ થાય છે. તે પાંચ વાગ્યે માછલી માર્કેટ પહોંચી જાય છે.
 
અહીં તે શરૂઆતના થોડાક કલાકો માછલી વેચે છે. તે પછી કોલેજ જાય છે. કોલેજથી પાછા આવીને તે સાંજે ફરી માછલી વેચવા જાય છે.
 
થોડા દિવસો પહેલા કેરળના એક અખબારે બીએસસી સ્ટુડન્ટ હામિદની આ સ્થિતિને જાહેર કરી હતી. હામિદની આ સંઘર્ષની સ્ટોરી સોશિયલ મીડિયામાં ખૂબ શેર થઇ. પરંતુ કેટલાક લોકો એવા પણ હતા કે જેમણે તેને ટ્રોલ કરી અને ખરાબ ટિપ્પણીઓ પણ કરી.
 
સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા પછી હામિદની આ અંગેની સ્પષ્ટતા બહાર આવી છે. તેમાં તેણે જણાવ્યું છે કે મારા સામે આ ખોટા આરોપો છે.
 
હું માછલી મારા પરિવાર માટે વેચું છું. આ સાથે હું મારું ભણવાનું પણ ચાલુ રાખી શકું તેથી આ કરું છું. હનાનનું કહેવું છે કે તે સાતમા ધોરણથી જ પાર્ટટાઇમ જોબ કરી રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.