02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / મોબાઈલની જેમ હવે રેશનીંગમાં પણ ‘પોર્ટેિબલિટી’: ગ્રાહક ગમે તે દુકાનેથી રેશનીંગ પુરવઠો મેળવી શકશે

મોબાઈલની જેમ હવે રેશનીંગમાં પણ ‘પોર્ટેિબલિટી’: ગ્રાહક ગમે તે દુકાનેથી રેશનીંગ પુરવઠો મેળવી શકશે   28/09/2018

 મોબાઈલની જેમ હવે રેશનીંગમાં પણ ‘પોર્ટેિબલિટી’
 
 
ડીસા 
મોબાઈલની જેમ રાજ્ય સરકારે રેશનીંગનું પણ ‘પોર્ટેિબલિટી’ કર્યુ છે. તેથી રેશનકાર્ડ ધારકને ગમે તે દુકાનેથી રેશનીંગ પુરવઠો મળી શકશે પરંતુ પુરવઠો ન આપનાર દુકાનદાર વિરૂધ્ધ કાર્યવાહી કરવાની કોઈ જાગવાઈ ન કરાતા રેશનકાર્ડ ધારકોમાં અસમંજસ પ્રવર્તે છે. 
મોબાઈલે દૂર સંચાર ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. પરંતુ કેટલીક કંપનીઓ ગ્રાહકોની ઉઘાડી લૂંટ ચલાવતી હતી. તેથી સરકારે મોબાઈલમાં ‘પોર્ટેિબલીટી’ કરી ‘લૂંટ’ ઉપર બ્રેક લગાવી છે. તેનાથી ગ્રાહક પોતાનો નંબર બદલ્યા વગર અન્ય મોબાઈલ કંપનીમાં આસાનીથી જાડાઈ શકે છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગને રાહત દરેક અપાતા રેશનીંગ પુરવઠામાં પણ વ્યાજબી ભાવની દુકાનોના દુકાનદારો યેનકેન પ્રકારે ગેરરીતિ આચરે છે. જેથી પુરવઠા વિતરણમાં પારદર્શીતા લાવવા રાજ્ય સરકારે રેશનકાર્ડ ‘બાયોમેટ્રીક’ બનાવ્યા છે. જેમાં રેશનકાર્ડ ધારકના અંગૂઠાના નિશાન સિવાય પુરવઠો મળતો નથી. તેમ છતાં ‘મેલિ મથરાવટી’ ધરાવતા દુકાનદારો તેમાં પણ ઘાલમેલ આચરે છે. દુકાનદારો આગળથી પુરવઠો આવ્યો નથી, અપૂરતો આવ્યો છે તેવા બહાના કાઢે છે અને સતત દુકાન બંધ રાખે છે. ત્યારબાદ પાછળથી પુરવઠો કાળા બજારમાં પગ કરી જાય છે. જેની ઉઠેલી રાડ- ફરિયાદોના પગલે રાજ્ય સરકારે હવે રેશનીંગમાં પણ ‘પોર્ટેિબલિટી’ દાખલ કરી છે. જેથી ગ્રાહક ગમે તે દુકાનેથી રેશનીંગ પુરવઠો મેળવી શકશે. ‘ઓન લાઈન’ના આજના જમાનામાં આ નિર્ણયથી ગ્રાહકોને મોટો ફાયદો થશે.

Tags :