02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / મહેસાણામાંથી ઝડપાયો દારૂનો ટ્રક, ચોખાની બોરીઓ પાછળથી નીકળી 838 બોટલ

મહેસાણામાંથી ઝડપાયો દારૂનો ટ્રક, ચોખાની બોરીઓ પાછળથી નીકળી 838 બોટલ   21/10/2018

ગુજરાતમાં દારૂ બંધી માત્ર ચોપડે છે અને ક્યાં કેટલો દારૂ મળે છે તે એક ઓપન સિક્રેટ છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યમાં દરરોજ લાખો રૂપિયાનો દારૂ ઠલવાય રહ્યો છે. ગઈકાલે રાત્રે પણ મહેસાણા એલસીબીએ ચોખાની બોરીઓની આડમાં સંતાડેલા દારૂનો ટ્રક ઝડપી પાડ્યો છે. જેમાં 838 વિદેશી દારૂની પેટી અને ટ્રેલર સહિત રૂપિયા 53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
 
આ અંગે વિસ્તારથી વાત કરીએ તો ગઈકાલે મહેસાણા-વડોસણ બાયપાસ પાસેથી હરિયાણાના અંબાલાથી આવી રહેલો વિદેશી દારૂનો જથ્થો જૂનાગઢ લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન મહેસાણા એલસીબીએ શંકાના આધારે તપાસ કરતા ટ્રકમાંથી ચોખાનીઓ બોરીઓની આડમાં દારૂ મળી આવ્યો હતો.

Tags :