રાધનપુરના દાઉદી વ્હોરા પરિવારની બોલેરો જીપ મોડાસાના ખુમાપુર નજીક ટ્રકમાં ઘુસતા ૧ નું મોત ઃ૬ ઈજાગ્રસ્ત

અરવલ્લી : રાધનપુરના દાઉદી વ્હોરા પરિવાર બોલેરો જીપમાં રમઝાન ઈદ ના તહેવાર નિમિત્તે રાજસ્થાનના ગલિયાકોટ ખાતે દરગાહ જિયારત કરવા નીકળ્યો હતો મોડાસા-હિંમતનગર રાજ્યધોરી માર્ગ પર આવેલા ખુમાપુર નજીક મોડી રાત્રીએ ટ્રક પાછળ ધડાકાભેર બોલેરો જીપ ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાતા પરિવારના મોભીનું મોત નીપજ્યું હતું ૫ વ્યક્તિઓના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તાબડતોડ સારવાર અર્થે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા અકસ્માતના પગલે દોડી આવેલ પોલીસે મૃતકના મૃતદેહને પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી રમઝાન ઈદ ના દિવસે દાઉદી વ્હોરા સમાજના રાધનપુરના અગ્રણીનું મોત નિપજતા દાઉદી વહોરમાં સમાજમાં માતમ છવાયો હતો 
     મોડાસાના ખુમાપુર નજીક ટ્રક પાછળ બોલેરો જીપ ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાતા ૧ વ્યક્તિનું મોત નીપજ્યું હતું રાધનપુર નો દાઉદી વ્હોરા પરિવાર બોલેરો જીપમાં રમઝાન ઈદ તહેવાર હોવાથી ગલિયાકોટ ખાતે આવેલ દરગાહમાં જિયારત કરવા નીકળ્યા હતા રાજેન્દ્ર નગર ચોકડી થી મોડાસા તરફ આવતા ખુમાપુર ગામ નજીક રીફ્‌લેક્ટર કે સાઈડ સિગ્નલ વગર પસાર થતી ટ્રકના ચાલકે એકાએક બ્રેક મારતા પાછળ થી બોલેરો જીપ ટ્રક પાછળ ઘુસી જતા બોલેરો જીપમાં બેઠેલા કાસીમભાઇ અજગરઅલી કાગજવાલા (ઉં.વર્ષ-૬૧) ના શરીરે ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું 
અકસ્માતમાં જીપ ડ્રાઈવર હુસેનભાઇ ઉર્ફે આફ્‌તાબભાઇ ડોડીયા અને લતીફાબેન,નફીસાબેન, જમીલાબેન,સારાબેન નામની મહિલાના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે મોડાસા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા અકસ્માતને પગલે દોડી આવેલી મોડાસા રૂરલ પોલીસે મુજેફાભાઈ કાસીમભાઇ કાગજવાલા ની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત નો ગુન્હો નોંધી ફરાર ટ્રક ચાલક ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.