અમદાવાદ-રાજકોટ હાઈવે રક્ત રંજીત બન્યો, વહેલી સવારે બે કલાકમાં બે અકસ્માત, ૮ના મોત, ૪ ઇજાગ્રસ્ત

ગુજરાત
ગુજરાત

અમદાવાદ
અમદાવાદ- રાજકોટ હાઈવે રક્ત રંજીત બન્યો છે.વહેલી સવારે બે કલાકમાં બે અકસ્માતમાં ૮ લોકોના મોત નિપજ્યા છે.વહેલી સવારે ચાર વાગ્યે લીંબડીના દેવપરા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં અમદાવાદના પરિવારના ૫ લોકોનાં મોત થયા છે. જ્યારે સવારે ૬ વાગ્યે બગોદરાના મીઠાપુર ગામના પાટિયા પાસે ઉભેલા ડમ્પર પાછળ કાર ઘુસી જતાં ૩ લોકોના મોત નિપજ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા એક વર્ષથી અમદાવાદ- રાજકોટ હાઈવે પર સિક્સ લેનનું કામ ચાલે છે. અનેક ડાયવરઝન અને નાના રોડના કારણે અકસ્માત થાય છે.
       
રાજકોટ- સુરેન્દ્રનગર હાઈવે પરના લીંબડીના દેવપરા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં અમદાવાદના પરિવારના ૫ લોકોનાં મોત થયા છે. જ્યારે ચાર વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે. અમદાવાદનો પરિવાર સોમનાથ દાદાના દર્શને જઈ રહ્યો હતો ત્યારે કાળનો કોળિયો બની ગયો હતો. અકસ્માતમાં ૨ મહિલા અને ૩ પુરુષ સહિત પાંચ લોકોના મોત નીપજ્યાં હતાં. જ્યારે બે બાળકો સહિતના ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે. અમદાવાદનો આ પરિવાર કોણ છે તેની ઓળખ કરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.