બનાસકાંઠાના TV9ના પત્રકાર પર હુમલો : ભાજપ અગ્રણી એલ.કે.બારડના ભાઈએ હુમલો કરાવ્યો હોવાની રાવ

સરહદી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં કવરેજ કરવા ગયેલા એક ખાનગી ચેનલના (Tv 9 ના) પત્રકારનું અપહરણ કરી તેને ઢોર માર મારી હુમલો કરાયો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. 
 
બનાસકાંઠાના (ટીવી નાઈન) પત્રકાર કુલદીપ પરમાર દાંતાની કુવારશી આશ્રમ શાળામાં ચાલતી કથિત ધુપ્પલબાજીને ઉજાગર કરવા ગયા હતા. કવરેજ કરવા ગયેલા પત્રકાર કુલપદીપ પરમાર અને તેમના કેમેરામેન આકાશ પરમારનું અપહરણ કરી ઢોર માર મારી જીવલેણ હુમલો કરાયો હતો.
 
દાંતા ભાજપના અગ્રણી એલ.કે.બારડ ના ભાઈ વદનસિંહ નામના ઇસમે લુખ્ખાઓ સાથે આવી અપહરણ કરી ઢોર માર માર્યો હોવાનું બહાર આવ્યું છે. જેની જાણ થતા એલ.સી.બી પોલીસે અપહર્ત પત્રકારને છોડાવી સારવાર અર્થે દાંતા ખસેડાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. દરમિયાન ચોથી જાગીર પર થયેલા હુમલાને મીડિયાકર્મી ઓ સહીતના અગ્રણીઓએ વખોડી કાઢી કસુરવારો સામે કડક પગલાં ભરવા માંગ કરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.