પાલનપુર સિવિલના હડતાલિયા કર્મચારીઓની કાંગ્રેસ અગ્રણીઓએ મુલાકાત લીધી

પાલનપુર : પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કામદારો અપૂરતા વેતન સહિતની માંગણીઓ સાથે છેલ્લા એક સપ્તાહથી હડતાળ પર છે. ત્યારે આજે કાંગ્રેસ અગ્રણીઓએ તેમની મુલાકાત લીધી હતી.
પાલનપુર સિવિલ હોસ્પિટલના ૫૦થી વધુ કામદારો કલેકટર કચેરી સામે હડતાલ પર બેઠા છે. છેલ્લા ૮ દિવસથી પોતાની માગણીઓના સમર્થનમાં કામદારો આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ દિનેશ ગઢવી અને જિલ્લા પંચાયતના ડેલીગેટ રવિરાજ ગઢવી સહિતના અગ્રણીઓ એ હડતાલીયા કામદારોની મુલાકાત લીધી હતી. તેઓએ કામદારોની વ્યાજબી માંગણીઓનો સત્વરે ઉકેલ આવે તેવી માંગ કરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.