થરાદ વાવ પંથકમાં ઠંડીનો ચમકારો : લોકો તાપણાંના સહારે

 
 
                                બનાસકાંઠાના સરહદી થરાદ વાવ પંથકમાં બદલાયેલા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો પણ યથાવત રહ્યો હતો.જેના પરિણામે પ્રજાજનો થરથર ધ્રુજી ઉઠ્‌યા હતા.કચ્છના અફાટ મોટારણને અડીને આવેલા સરહદી થરાદ વાવ પંથકમાં ચારેક દિવસ બાદ ફુંકાયેલા પશ્ચિમી પવનોની સાથે પડી રહેલી કાતીલ ઠંડીની તિવ્રતાને માપવાનાં યંત્રો કે વેધશાળા નહી હોવાના કારણે ચોક્કસ આંકડો મળી શકાતો નથી. પરંતુ ભૈગોલિક પરિસ્થતી જોતાં રણવિસ્તારને નજીક હોવાના કારણે અહીંની ઠંડી ડીસાની ઠંડી કરતાં પણ વધુ હોવાનું ચર્ચાસ્પદ છે.થરાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અબાલવૃધ્ધ પ્રજાજનો દિવસભર ગરમ કપડાંમાં લપેટાઇને રહેવા ઉપરાંત રાત્રે પણ તાપણાંના સહારે ઠંડી સામે ગરમી મેળવી રક્ષણ કરતા જોવા મળ્યા હતા.
રાજ્યમાં શીયાળાની ઋતુ પોતાના આગવા મીજાજમાં જામી છે ત્યારે થરાદ જેવા છેવાડાના  વિસ્તારના લોકોમાં અત્યારે સવારે ર્મોનિંગ વોક પર જવાનો ક્રેઝ વધ્યો છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.