ડીસામાં લીલા શાકભાજીના ભાવ આસમાને

ડીસા : બનાસકાંઠા સહિત સમગ્ર રાજયમાં મેઘ મહેર થતા ચોમાસુ પાકો ખીલી ઉઠયા છે પરંતુ ભાદરવા મહિનામાં પણ વરસાદનું જોર યથાવત રહેતા અનાવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ છે. ડીસા સહિત જિલ્લામાં પણ હાલમાં શાકભાજી સહિત ખેતીનો પાક સારો હોવા છતાં ડીસા પંથકમાં લીલા શાકભાજીના ભાવો આસમાને પહોંચી જતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ચૂક્યું છે ડીસા પંથકમાં સિઝનેબલ શાકભાજીનું વિપુલ પ્રણામમાં ઉત્પાદન થાય છે તેમજ આ શાકભાજી  આસપાસના  તાલુકાઓ સહિત  અન્ય રાજ્યોમાં પણ નિકાસ થાય છે  જોકે ચાલુ સાલે પણ બટાકાની મંદી હોઈ તેની  સરખામણીએ અન્ય લીલા શાકભાજીના ભાવો ઊંચે ચડી જતા સામાન્ય માણસો તો માત્ર બટાકા સિવાય અન્ય શાકભાજી ખાઈ શકે  તેમ નથી.તેથી બજારમાં બટાટાની બાદશાહત યથાવત રહેવા પામી છે.ડીસા પંથકમાં આ વખતે પણ શાકભાજીનું મોટાપાયે વાવેતર થયું છે પણ સતત વરસાદના કારણે ફૂલો ખરી પડતા ઉત્પાદન ઘટી ગયું છે વળી, ગુજરાત સહિત  અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. તેથી શાકમાર્કેટમાં શાકભાજીની આવકો ઘટી ગઈ છે જેના કારણે ભાવો ભડકે બળી રહ્યા છે એટલું જ નહીં, સતત વરસાદના કારણે અનાવૃષ્ટિનો ખતરો મંડરાતા અન્ય પાકો પણ નિષફળ જવાના આરે છે જેથી ખેડૂતો વરસાદ હવે ખમૈયા કરે તેમ ઝંખે છે. જો કે હવામાન વિભાગે દિવાળી સુધી વરસાદની આગાહી કરી છે તેથી આગામી તહેવારોના સમયે સ્થિતિ વણસી જવાની શક્યતા છે.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.