02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / 72 વર્ષની ઉંમરે યુવાનો જેવો ઉત્સાહ, પોતે ગરીબ છે પરંતુ એક પણ રૂપિયો લીધા વગર કરે છે

72 વર્ષની ઉંમરે યુવાનો જેવો ઉત્સાહ, પોતે ગરીબ છે પરંતુ એક પણ રૂપિયો લીધા વગર કરે છે   23/08/2018

જહાનાબાદ: પ્રખંડના ભદસરા-મઠમાં રહેતા 72 વર્ષના રામાશીષ પ્રસાદનો ઉત્સાહ યુવાનો જેવો છે. રામાશીષ આજે પણ જરૂર પડે તો એક દિવસમાં 40થી 50 કિમી સાઈકલ ચલાવીને પોતાની ફરજ નીભાવવામાં સહેજ પણ પીછેહઠ નથી કરતાં. આ ઉંમરે પણ તેઓ ડબ્લ્યૂએચઓના પલ્સ પોલિયો અભિયાનમાં સુપર વઈઝર તરીકે કામ કરે છે. જ્યારે પણ પલ્સ પોલિયો અભિયાન હોય છે ત્યારે તેઓ સંપૂર્ણ નિષ્ઠાથી નક્કી કરેલા ગામ જઈને અભિયાનનું મોનિટરિંગ કરે છે. ત્યારપછી ગ્રાઉન્ડ રિપોર્ટ બનાવીને અધિકારીઓને તેની જાણ કરે છે. તેમના સારા કામને જોઈને બીડીઓ નૃપેન્દ્ર કુમાર તેમને સન્માનિત પણ કરી ચૂક્યા છે.

રામાશીષ પ્રસાદે જણાવ્યું કે, તેઓ અંદાજે 10 વર્ષની ઉંમરથી જ ઘરના કામમાં પણ મદદ કરાવે છે. આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેઓ ઈચ્છીને પણ વધારે અભ્યાસ ન કરી શક્યા. તેમણે માત્ર આઠ ધોરણ પાસ કરીને ઘરના ભરણ-પોષણની જવાબદારી ઉપાડી લીધી હતી.
- રામશીષનું કહેવું છે કે, ગરીબીમાં જનમ અને ઉછેર થયો હોવાના કારણે તેઓ પહેલેથી જ જમીન સાથે જોડાયેલા છે. ગામ અને વિસ્તારના લોકોમાટે તેમને પહેલેથી જ ખૂબ પ્રેમ અને લાગણી છે. 
- ઘરનું કામ છોડીને પણ તેઓ ગામના અસહાય અને જરૂરિયાતના લોકોની મદદ કરે છે. ગામના લોકોની મદદ કરવા માટે તેઓ ઘણી વખત જિલ્લા કાર્યાલયના પણ ધક્કા ખાતા રહેતા હોય છે. તે માટે તેઓ એક રૂપિયો પણ નથી લેતા.
- તેમનું કહેવું છે કે, ગામના લોકો તેમને પરિવારના સભ્ય તરીકે જ માને છે. ઘણાં ગરીબ અને અભણ લોકો જિલ્લા કાર્યાલય જઈને તેમના કામ નથી કરાવી શકતા ત્યારે હું તેમને મદદ કરુ તો તેમને ખૂબ રાહત મળે છે.

 

કાકોના પ્રભારી ચિકિત્સક ડોક્ટર શિવ કુમાર પ્રસાદે જણાવ્યું છે કે, રામાશીષ અમારા પ્રખંડ પોલિયા ઉન્મૂલમાં કામ કરતા કર્મચારીઓમાં સૌથી વૃદ્ધ છે. તેમના સમર્પણ અને મહેનતના કારણે લોકો તેમને ખૂબ આદર પ્રેમથી જોવે છે.

 

 

અમારા ગામના મોટાભાગના લોકોને પ્રખંડ અથવા જિલ્લા કાર્યાલયના કોઈ કામ માટે જાતે પરેશાન નથી થવું પડતું. કોઈના કહેવાથી તેઓ તુરંત મદદ માટે તૈયાર થઈ જાય છે. તે માટે તેઓ એક રૂપિયો પણ નથી લેતા. આવું રામાશીષના ગામમાં રહેતા જનાર્દન પ્રસાદે કહ્યું છે.

Tags :