પાટણમાં લોકરક્ષક દળની પરીક્ષામાં પરીક્ષાર્થી ગુપ્તભાગે મોબાઇલ છુપાવી લઈ ગયો

પાટણ: ગત રવિવારે લોકરક્ષક દળની ફરી લેવાયેલી ભરતી પરીક્ષા દરમિયાન રાધનપુર ખાતે અંજુમન હાઈસ્કૂલમાં એક પરીક્ષાર્થી ગુપ્ત ભાગે મોબાઈલ છુપાવીને પરીક્ષાખંડમાં લઇ ગયો હતો અને પેપરના ફોટા પાડી બહાર મોકલી તેના જવાબો પણ મંગાવ્યા હતા. પરંતુ પાછલી દસ મિનિટમાં શંકાસ્પદ હિલચાલ પરીક્ષકના ધ્યાને આવી જતા પેપર, ઉત્તરવહી, મોબાઈલ જપ્ત કરી લેતા આ ચોરીનો ભાંડો ફૂટ્યો હતો. આ અંગે પાલનપુરના રાણાવાસ ગામના પરીક્ષાર્થી અને તેણે જેને વોટ્સએપ મેસેજ કર્યો હતો તે શખ્સ સામે ચોરીની ગેરરીતી આચર્યાનો ગુનો રાધનપુર પોલીસ મથકે નોંધાયો છે.
 
અંજુમન સાર્વજનિક હાઇસ્કૂલના સેન્ટરમાં લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા માટે અરુણ બારોટ પ્રવેશ્યો ત્યારે તેણે ગુપ્ત ભાગે મોબાઇલ સંતાડી દીધો હતો. આ કારણથી અંગજડતી દરમિયાન પોલીસ જવાનોના હાથમાં મોબાઈલ આવ્યો નહોતો. જો કે પરીક્ષા દરમિયાન નિરીક્ષકને શંકા જતા બાજુના રૂમમાં અરુણને લઈ જઈ ચેક કરતાં તેના પેન્ટ વાળા ગુપ્ત ભાગેથી મોબાઈલ કાઢી આપ્યો હતો.
 
ચોરી કરતા ઝડપાયેલા ઉમેદવાર અરુણ બારોટના ફોનમાં રાધનપુર પોલીસ સ્ટેશને તપાસ દરમિયાન પરીક્ષાના સમયે વોટ્સએપ એપ્લિકેશનમાં સોની નામથી એડ કરેલ વ્યક્તિના મોબાઈલ પર પ્રશ્નપત્રના ફોટા પાડી મોકલ્યા હોવાનું જણાતા નવી મોડસ ઓપરેન્ડી બહાર આવી હતી.
 
અરુણ બારોટ પ્રશ્નપત્ર વોટ્સએપથી તેના સોની નામના પરિચિતને આપેલ હતું અને તેણે જવાબો પણ મોકલ્યા હતા. આ જવાબો તેણે બીજા કોઈને મોકલ્યા હતા કે કેમ તેને લઈ સવાલો ચર્ચાસ્પદ બન્યા હતા. 
 
રાધનપુર PSI ચૌધરીએ જણાવ્યું કે આરોપી અરૂણ બારોટને પકડી લેવાયો છે. જ્યારે તેના સાગરીત રવિભાઇ સોની પાલનપુરનો છે તેને પકડવાનો બાકી છે. અરૂણ બેંચ પર આઘાપાછો થતો હોઇ શિક્ષકને શંકા જતાં તેને પકડી લેવાયો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.