છાપી હાઇવે ઉપર બેકરીમાં આગચંપી-તોડફોડની ઘટનાથી અજંપાભરી સ્થિતિ

વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર આવેલી કોર્નર નામની બેકરીમાં સોમવારની મધ્યરાત્રીએ અચાનક આગની જ્વાળાઓ નીકળતા હાઇવે ઉપર અફડાતફડીના માહોલ વચ્ચે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં છાપી પોલીસ સહિત જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો.
 
‎પ્રાપ્ત વિગતો મુજબ છાપી હાઇવે ઉપર આવેલી કોર્નર બેકરી આગળ શનિવારે ઓટોરિક્ષા પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે લઘુમતી સમાજના બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. જેની કથિત અદાવત રાખી સામેના જૂથ દ્વારા બેકરીમાં આગચંપી કરાઈ હોવાનો વિરોધી જૂથે આક્ષેપ કર્યો હતો. આ ઘટનાને લઈ છાપી હાઇવે ઉપર પરિસ્થિતિ કાબુ બહાર જાય તે પૂર્વે છાપી પોલીસ સહિત પાલનપુર તેમજ વડગામ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. બેકરીમાં આગની ઘટનાને લઈ દુકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા સાથે આગની જ્વાળાઓ નીકળતા ઘટના સ્થળે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. લોકોએ આગ બુઝાવા કવાયત હાથ ધરી હતી. બેકરીમાં આગની ઘટનાને લઈ ઉશ્કેરાયેલા ટોળાએ હાઇવે ઉપર આવેલા અન્ય કેબીનો સહિત છાપરા તેમજ લારીઓમાં તોડફોડ કરતા અફડાતફડી મચી હતી.જોકે, પાલનપુરથી ફાયરફાયટરે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.ઘટનાને લઈ અસલમભાઈ જમાલભાઈ ઢુંકકા( રહે. માહી તા વડગામ)એ સીસીટીવી કુટેજના આધારે બેકરીમાં આગ ચંપી કરનાર એક ઈસમ તેમજ દશ શકમંદો સામે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ આધારે છાપી પોલીસે તપાસ હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.