ગુંદરી ચેકપોસ્ટ પરથી પોલિસે ૨૩.૬૪ લાખ રુપિયાનો દારુ ભરેલ ટ્રક ઝડપાઇ

થરાદ ના.પોલિસ અધિક્ષક અજીત રાજયાન (IPS)ની દારુ ના કેશ સોધી કાઢવાની સુચનાથી તપાસ માં હતા ત્યારે પાંથાવાડા પોલિસને ખાનગી રાહે બાતમી મળતાં પાંથાવાડા પી.એસ.આઇ. એલ.પી.રાણા તથા તેમની પોલિસના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન મળેલ બાતમી ના આધારે પંચોના માણસો સાથે ગુંદરી પોલીસ ચેક પોસ્ટ ઉપર ટ્રેલર નંબર RJ.GC.4209 ની વોચમાં નાકાબંધી કરી હતી. અને રાજસ્થાન રાજયમાંથી આવતા વાહનો ચેકિંગ કરતા તે દરમ્યાન બાતમીવાળુ ટ્રેલર આવતાં તેને રોકાવી સાઇડમાં કરાવતાં તેમાં ચાલક (૧) પુરન  નારાણ જાતે બલાઇ (ચમાર)  રહે. મોટલાસ  તા.દાતા રામગઢ જી.સીકર (રાજસ્‍થાન) વાળો તેમજ ખાલી સાઇડમાં (૨) મુલચંદ  સીતારામ  જાતે મીણા  રહે. મારોઠ   તા. નાવા  જી.. નાગોર (રાજસ્થાન)વાળો બેઠેલ હોઇ અને આ ટ્રેલરમાં જોતાં પાછળ બોડીના ભાગે પાવડરના મીણીયાના કટ્ટા ભરેલ હોઇ જે કટ્ટાઓ હટાવી અંદર જોતાં ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી આવતાં પોલિસે આખી ટ્રકની તપાસ કરતાં ટ્રક માંથી દારુની કુલ બોટલ નંગ-૭,૪૪૦ કુલ કિમત રૂપિયા ૨૩,૬૪,૦૦૦ તથા ટ્રેલરમાં ભરેલ પાવડરના કટ્ટા નંગ-૨૬૦  કિમત રૂપિયા ૦૦/૦૦ તથા  ટ્રેલર ગાડી કિમત રૂ.૧૫,૦૦,૦૦૦ તથા  મોબાઇલ નંગ-૨ કિમત રૂ.૧,૦૦૦ તથા સાધનિક કાગળો કિમત રૂપિયા ૦૦/૦૦ એમ મળી કુલ કિમત રૂપિયા ૩૮,૬૫,૦૦૦ નો મુદામાલ કબ્જે લીધો હતો અને પકડાયેલ ઇસમો વિરૂધ્ધ કાયદેસર ની  કાર્યવાહી કરેલ છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.