રાજકોટમાં કૂતરાંના મોઢામાં મળી આવી બાળકીના શરીર પર હતા છરીના ઘાના ૨૦ નિશાન

ગુજરાત
ગુજરાત

રાજકોટના મહિકા અને ઠેબચડા ગામની વચ્ચે સીમમાંથી તાજી જન્મેલી બાળકી ગઇકાલે મળી આવી હતી. બાળકીને કૂતરૂ મોમા પકડીને જતું હતું તે અરસામાં વીસેક યુવકો ક્રિકેટ રમીને જઇ રહ્યા હતા ત્યારે બાળકીનો રડવાનો અવાજ સંભળાયો હતો અને નજર દોડાવી તો એક કૂતરું બાળકીને મોંમાં લઇને જઇ રહ્યું હતું. યુવકોએ પળનો પણ વિલંબ કર્યા વગર પથ્થરમારો કરતાં બાળકીને છોડીને કૂતરું નાસી ગયું હતું. વિપુલ રૈયાણી નામના યુવકે ફોન કરતાં ૧૦૮ દોડી ગઇ હતી અને બાળકીને તાકીદે રાજકોટ કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડી હતી. બાળકીના શરીર પર છરીના ઘાના ૨૦ નિશાન જોવા મળ્યા હતા. જો કે,મળી ત્યારે શ્વાસ લઇ શકતી નહોતી. હાલ બાળકીની સ્થિતિ સુધારા પર છે.
 
૧૦૮ની ટીમના તબીબ દિવ્યા બારડે જણાવ્યું હતું કે, બાળકીના પીઠના ભાગે છરીના ઘાના નિશઆન જોવા મળ્યા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ બાળકીની સ્થિતિ સુધારા પર છે. બાળકી જ્યારે મળી ત્યારે શ્વાસ પણ લઇ શકતી નહોતી. શરીર પર ધૂળ જોવા મળી હતી.
 
કોઇ જનેતાએ પોતાનું પાપ છૂપાવવા માટે બાળકીને જન્મ આપી બીજા જ દિવસે નિર્જન સ્થળે છોડી દીધાનું સ્પષ્ટ થયું હતું. બાળકીના પેટના ભાગે જે ઇજા દેખાતી હતી તે કોઇ ખાડામાં પડ્યા રહેવાથી થયાનું સ્પષ્ટ હતું. પરંતુ તબીબોએ બાળકીને તપાસતાં જ તબીબો ચોંકી ઊઠ્યા હતા. બાળકીને બગલ અને પીઠના ભાગે જે ઇજાના નિશાનો હતા તે તીક્ષ્ણ હથિયારના હતાં. પીડિયાટ્રિક સર્જન જયદીપ ગણાત્રાએ જણાવ્યું હતું કે, બાળકીને તીક્ષ્ણ હથિયારના ૧૫થી ૨૦ ઘા ઝીંકવામાં આવ્યા છે અને તેની સારવાર ચાલુ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.