રાજ્યમાં વીજ ખરીદીના દૈનિક અાંકડા દર્શાવતી વેબસાઈટ બ્લોક કરાઈ

અમદાવાદ: અેક તરફ ગુજરાત સહિત દેશની મોટા ભાગની વીજ ઉત્પાદક કંપનીઅો અાર્થિક બોજાનો સામનો કરી રહી છે ત્યારે રાજ્યના પાવર સેક્ટરમાં પારદર્શકતા રાખવા મુદ્દે મુખ્ય વીજ ઉત્પાદક કંપની જીયુવીઅેનઅેલ વિવાદમાં સપડાઈ છે.

 

જીયુવીઅેનઅેલની વેબસાઈટ સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર (અેસઅેલડીસી) પર દૈનિક વીજ ખરીદીના અાંકડા અપલોડ થતા હતા તે સાઈટ અચાનક જ જુલાઈ-૨૦૧૮થી બ્લોક કરી દેવાઈ છે. અા મુદ્દે જર્કમાં પિટિશન કરાતાં જર્કે જીયુવીઅેનઅેલ અને અેસઅેલડીસીને નોટિસ ફટકારી છે.

 

ઈલેક્ટ્રિસિટી અેક્ટની કલમ ૮૬(૩) મુજબ પાવર પરચેઝ મુદ્દે અેસઅેલડીસીઅે પારદર્શકતા રાખવી જરૂરી છે. અાંકડાઅોના અાધારે કોની પાસેથી ક્યા ભાવે જીયુવીઅેનઅેલઅે વીજ ખરીદી કરી તેની માહિતી કોઈપણ નાગરિક મેળવી શકે છે.

 

કેન્દ્ર સરકારના વર્ષ-૨૦૧૭ના અેક પરિપત્રના અાધારે અા વેબસાઈટ પર દર્શાવાતા અાંકડા બ્લોક કરવામાં અાવ્યા હોવાનો બચાવ અેસઅેલડીસીઅે કર્યો છે, પરંતુ અહીં સવાલ અે થાય છે કે પરિપત્ર અાવ્યાના છેક અેક વર્ષ બાદ તેનો અમલ કેમ કરાયો?

 

કેન્દ્ર સરકારના વર્ષ-૨૦૧૭ના અેક પરિપત્રના અાધારે અા વેબસાઈટ બ્લોક કરવામાં અાવ્યા હોવાનો બચાવ અેસઅેલડીસીઅે કર્યો હતો. આ વેબસાઈટ માટે હવે લોગઈન ફરજિયાત બનાવી દેવાયું છે.
- કે. કે. બજાજ, અેનર્જી અેક્સપર્ટ

 

અદાણી પાવરે જૂન-૨૦૧૮થી ગુજરાતને ફરીથી પાવર ચાલુ કર્યો છે. તેની પાસેથી રૂ.૩.૦૩ના ભાવે વીજ ખરીદી થઈ રહી છે. હવે ઈન્ડિયન એનર્જી એકસચેન્જ પાસેથી લગભગ ખરીદી ઘટાડી દેવાઈ છે.
- આનંદકુમાર, ચેરમેન, જીઈઆરસી

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.