ડીસામાં વિધાર્થીનીને રિક્ષા ચાલક લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાની ફરિયાદથી ચકચાર

ડીસામાં ડી.એન.પી.ગર્લ્સ હાઇસ્કુલમાં ધોરણ ૯ માં અભ્યાસ કરતી વિધાર્થીની સ્કુલમાં મુકવા લેવા-જનાર જ રિક્ષા ચાલક તેણીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાની શંકા જતા કિશોરીની માતાએ રિક્ષા ચાલક વિરુધ તેમની છોકરીને ભગાડી જવાની ફરિયાદ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોધાવી.
 
બનાસકાંઠા જીલ્લામાં બળાત્કાર છેડખાની સહિતના ગુન્હાઓની ફરિયાદોમાં નોધપાત્ર વધારો થતો જાય છે જયારે ડીસાનો એક વિધાર્થીની ભગાડી જવાની ઘટના પ્રકાશમાં આવી છે જે ઘટના ફરિયાદીના જણાવ્યા મુજબ એવી છે કે ડીસામાં છૂટક મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવતા પરિવારની દીકરી ડી.એન.પી.ગર્લ્સ સ્કુલ,ડીસા ધોરણ-૯ માં ભણતી વિધાર્થીને તેના ઘરેથી શાળાએ અને ઘરે મુકવા માટે કિરણ પરેશભાઈ ઠક્કર નામના ઇસમની રિક્ષા બંધાવેલ અને જેમાં બંને ભાઈ બહેન રોજે આવતા જતા હતા.
 
અચનલ તે જયારે રજાના દિવશે પણ કિરણ પરેશભાઈ ઠક્કર નામનો ઇસમ રિક્ષા લઇ ફરિયાદીનાં ઘર આગળ આંટાફેરા મારતો અને તે વિધાર્થીને તેની સાથે વાત કરવા માટે ઘરની બહાર બોલાવતો હતું. જયારે વિધાર્થીની બહેન આ બાબતે તેની માતાને જાણ કરતા વિધાર્થીની માતાએ તેમના પરિવારમાં આ બાબતની જાણ કરતા પરિવારે તે વિધાર્થીની પરેશની રિક્ષામાં જવા આવાનું છોડાવી મુકેલ અને વિધાર્થીનાં પિતાએ નવી રિક્ષા ખરીદ કરેલ અને તેઓ જ વિધાર્થીની ને સ્કુલે લેવા મુકવા જતા હતા જયારે ગત બુધવારે શાળા છૂટવાના સમયે વિધાર્થીનીનાં પિતા તેમની દીકરીને શાળાએ લેવા ગયેલા પણ શાળા છુટ્યા બાદ પણ તેમની દીકરી તેમની રિક્ષા પાસે આવેલ ન હોઈ જેથી ઘરે આવી તેની પૂછપરછ કરી શોધખોળ શરૂ કરી હતી તે ક્યાંય મળી આવેલ નહિ. જેથી જે રિક્ષા ચાલક કિરણ પરેશભાઈ ઠક્કર પર શંકા હોવીથી તેના ઘરે તપાસ કરતા માલુમ થયેલ કે તે પણ તેમના ઘરે તેનો પતો લાગેલ નહિ જેથી વિધાર્થીનીનાં પરિવારને લાગેલ કે જે કિરણ પરેશભાઈ  ઠકકર તેમની દીકરી સાથે વાતો કરતો હતો તેજ તેમની તેમની દીકરી ધોરણ ૯ માં ભણતી દીકરીને લગનની લાલચ આપી ભગાડી ગયો હોવાની પુરેપુરી શંકા વહેમ હોઈ ડીસા દક્ષિણ પોલીસ મથકે કિરણ પરેશભાઈ ઠક્કર વિરુધ ધોરણસરની ફરિયાદ નોધાવી હતી.પોલીસે કિરણ પરેશભાઈ ઠકકર વિરુધ આઈ.પી.સી.કલમ ૩૬૩,૩૬૬ મુજબ ગુન્હો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.