દેશને ભ્રષ્ટાચારીઓની જાન નહીં, ચોકીદારની જરૂર ઃ મોદી

ઓરિસ્સા અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આક્રમક ચૂંટણી પ્રચાર કરતા નજરે પડ્યા હતા. બંને રાજ્યોમાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી અને ગઠબંધન ઉપર તેજાબી પ્રહાર કર્યા હતા. મોદીએ છત્તીસગઢના બાલોદમાં ચૂંટણી સભાને સંબોધતા કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી મજબૂર સરકાર માટે ચૂંટણી લડી રહી છે જ્યારે અમે મજબૂત સરકાર માટે ચૂંટણી લડી રહ્યા છે. છત્તીસગઢની નવી સરકાર ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ અને તેમના સાથી એક મજબૂત સરકાર માટે ચૂંટણી લડી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું તું કે, મજબૂત સરકારમાં મજબૂત નિર્ણયો થાય છે જ્યારે મજબૂર સરકાર હોય છે ત્યારે કેટલાક લોકોના સ્વાર્થ માટે નિર્ણય લેવામાં આવે છે. બાલોદમાં ચૂંટણી સભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, દેશના મનમાં એક ચિત્ર સ્પષ્ટ છે કે, મજબૂત સરકાર દેશમાં રહે તે જરૂરી છે. નિયત અને નીતિની પણ વાત રહેલી છે. કોંગ્રેસ પાર્ટી પોતાના પક્ષને જીતાડવા માટે ચૂંટણી લડે છે જ્યારે અમે દેશને જીતાડવા માટે ચૂંટણી લડી રહ્યા છીએ. મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ અને તેમના સાથી આતંકવાદીઓ, કટ્ટરપંથીઓને ખુલ્લી છુટ આપવા માટે ચૂંટણી લડી રહ્યા છે જ્યારે અમે આતંકવાદ અને અલગતાવાદીઓને તેમના પાપોની સજા આપવા માટે ચૂંટણી લડી રહ્યા છીએ. મોદીએ એર સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ અને તેમના સાથીઓ દેશની સેનાને મજબૂર અને કમજાર કરવા ચૂંટણી લડી રહ્યા છે જ્યારે અમે સેનાને આત્મનિર્ભર બનાવા ચૂંટણી લડી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં લોકો જાઈ ચુક્યા છે કે એક મજબૂત સરકારનો મતલબ શું હોય છે. જ્યારે મજબૂત સરકાર હોય છે ત્યારે આતંકવાદી હુમલા બાદ દેશના લોકો શાંત બેસતા નથી અને દુશ્મનના ઘરમાં ઘુસીને હુમલા કરવામાં આવે છે. મોદીએ કહ્યું હતું કે, જ્યારે આતંકવાદીઓને બોધપાઠ ભણાવવામાં આવ્યા ત્યારે દેશના લોકોમાં ઉજવણી થઇ રહી હતી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.