મોઢેરામાં અલગ સબ ડિવીઝન નહિં બને તો લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી

બહુચરાજી ઉત્તર ગુજરાત વિજ કંપનીના હાલના સબ ડીવીઝનનું વિભાજન કરી મોઢેરા ખાતે અલગ સબડીવીઝન કચેરી આપવાની માંગણી છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી કરવામાં આવી રહી છે. પરંતુ આ માંગણી સંતોષવામાં આવતી નથી. પરિણામે આ પ્રશ્ન સામે ઉગ્ર લડત આપવા મોઢેરા આજુબાજુના રપ જેટલા ગામોના સરપંચો દ્વારા આગામી લાભ પાંચમના દિવસે મોઢેરા ખાતે એક મીટીંગનું આયોજન કરવાનું વિચારાઈ રહ્યું છે. અને જા તેનો જા સુખદ ઉકેલ ન આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની રણનીતી ગોઠવવામાં આવનાર છે.
હાલમાં બહુચરાજી ઉત્તર ગુજરાત વિજ કંપની નીચે આશરે ૧પ૦ જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવેલો છે. આ સબ ડીવીઝન નીચે મોઢેરાથી પૂર્વ દિક્ષા તરફના આશરે રપ જેટલા કરતાં વધારે ગામોના લોકોને વાયા મોઢેરા થઈ બેચરાજી આશરે રપ કિ.મી. નું અંતર કાપી જી.ઈ.બી.ના કામે જવું પડે છે.
મોઢેરા આજુબાજુના રપ જેટલા ગામોના લોકો દ્વારા ગુજરાત વિદ્યુત બોર્ડની કચેરી સમક્ષ અનેકવાર રજુઆત થઈ ચુકી છે. પરંતુ તંત્રના પેટનું પાણી હલતુ નથી. આ અંગેની જરૂરી દરખાસ્ત સરકાર સમક્ષ છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી અટવાયેલી પડી છે. હાલમાં આ સબડીવીઝનની માસિક આવક એક કરોડ જેટલી છે. સ્ટાફની ઘટ તેમજ ભૌગોલીક પરિÂસ્થતિ જાતાં અલગ સબડીવીઝનની માંગણી સંતોષવામાં આવતી નથી. આ વિસ્તારની નબળી નેતાગીરીના કારણે આ પ્રશ્ન અટવાયેલો છે. જેનાથી રોષે ભરાયેલા આ વિસ્તારના ખેડુતો તેમજ વિજગ્રાહકોને પડતી હાલાકી દુર કરવા હવે ગ્રામ પંચાયતો દ્વારા તંત્ર સામે આરપારની લડાઈ લડવા નજીકના દિવસોમાં ગ્રામ પંચાયતના સરપંચોનું સંમેલન મળનાર છે જેમાં ભવિષ્યની રણનીતિ ઘડી જરૂર જણાય તો લોકસભાની ચુંટણીનો સામુહિક બહિષ્કાર કરવાનું નક્કી કરવામાં આવનાર છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.