રાજ્યમાં એક જ દિવસે અકસ્માતની 3 ઘટનાઓ, પતિ-પત્ની સહિત 4 લોકોનાં મોત

ગુજરાતમાં આજે શુક્રવારનાં રોજ માર્ગ અકસ્માતની 3 ઘટનાઓ બની હતી. આ અકસ્માતમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. બોટાદનાં ગઢડા રોડ પર મહાજન પાંજરાપોળ પાસે કાર અને એક્ટિવા વચ્ચેનાં ભયંકર અકસ્માતમાં પતિ અને પત્નીનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. બીજી તરફ બનાસકાંઠામાં ભાભર અને રાધનપુર હાઇવ પર હિટ એન્ડ રનની ઘટનામાં એક બાઇકસવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ.
 
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે પુરઝડપે આવી રહેલી એક જીપે બાઇકસવારને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ. અકસ્માતને જોતા લોકો ટોળે વળ્યા હતા અને પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ ઘટનાને લઇને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 
તો પંચમહાલમાં પણ એક અકસ્માત સર્જાયો હતો જેમાં એક વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો હતો. પંચમહાલનાં ગોધરાનાં મહુલિયા ગામે 2 વિદ્યાર્થીઓ સાઇકલ લઇને જઈ રહ્યા હતા ત્યારે ડમ્પરે તેમને અડફેટે લીધા હતા. આ ઘટનામાં એક વિદ્યાર્થીનું મોત થયું અને અન્ય વિદ્યાર્થી ઘાયલ થયો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.