પાલનપુર ખાતે રાજયકક્ષાની પ્રજાસત્તાક દિવસની ઉજવણી પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાશે

 
 
 
                      આગામી તા.૨૬ મી જાન્યુહઆરી-૨૦૧૯, પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી બનાસકાંઠા જિલ્લાઆના પાલનપુર ખાતે શાનદાર રીતે યોજાવવાની છે ત્યારે આ મહાન રાષ્ટ્રીય પર્વની આનંદ, ઉત્સાખહ અને હર્ષપૂર્વક માહોલમાં ઉજવણી કરવા બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેની સુચના અને માર્ગદર્શન અનુસાર જીલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ પ્રસંગે યોજાઇ રહેલ વિવિધ કાર્યક્રમો, સ્વચ્છાતા ઝુંબેશ, રસ્તા મરામત, રોશની, રંગરોગાન અને વિવિધ સ્થળોની સજાવટથી જિલ્લાભરમાં આનંદ-ઉત્સાહના માહોલની જમાવટ થઇ રહી છે. ઉજવણી પ્રસંગે તા.૨૨ થી ૨૬ જાન્યુઆરી દરમિયાન યોજાનાર કાર્યક્રમોની વિગત નીચે પ્રમાણે છે. 
મુશાયરો ઃ તા.૧૯ જાન્યુ. ના રોજ સાંજે ૮ વાગે કાનુભાઇ મહેતા હોલ પાલનપુર ખાતે મુશાયરો (કવિ સંમેલન) યોજાશે. જેમાં પ્રસિધ્ધ  કવિઓ પાલનપુરના મુસાફીર પાલનપુરી, કચ્છત-ભુજના શ્રી વંચિત કુકમાવાળા, અમદાવાદના અનિલ ચાવડા અને કૃષ્ણા દવે તથા પાલનપુરના પ્રો. એ. ટી. સિંધી વગેરે પ્રસિધ્ધડ કવિઓ તેમની ભવ્ય  રચનાઓ રજુ કરી મુશાયરાની શાનદાર મહેફીલ જમાવશે.
શસ્ત્રક પ્રદર્શન - વિધામંદિર સંકુલ પાલનપુર ખાતે તા.૨૨ થી ૨૫ જાન્યુ. દરમિયાન સવારે ૯ થી સાંજના ૫ વાગ્યાક સુધી શસ્ત્રલ પ્રદર્શન યોજાશે. જેમાં પોલીસ અને બી.એસ.એફ. દ્વારા અતિ આધુનિક હથિયારો તેમજ પુરાણા હથિયારો એન્ટીસક તરીકે પ્રદર્શનમાં મુકાશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.