કાંકરેજના થરામાં કેમીકલ ભરેલું ટેન્કર સળગી ઉઠ્યું

H-cP3B01Qiw
બનાસકાંઠા

પાલનપુર – ડીસા હાઇવે પર ચંડીસર નજીક સોમવારે બટાટા ભરેલી ટ્રક સળગી જતા તેનો ચાલક ભડથું થઇ ગયાના બનાવ બાદ આજે સવારે કાંકરેજ તાલુકાના થરામાં કેમીકલ ભરેલું ટેન્કર સળગી ઉઠ્યું હતું. થરા નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહેલ કેમીકલ ભરેલું ટેન્કર બહુચર હોસ્પિટલ પાસે એકએક પલટી ખાઈ જતા તેમાં આગ ભભૂકી ઉઠી હતી. જેના પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને ફાયર બ્રિગેડની મદદથી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. આ બનાવથી હાઇવે પર અફરાતફરી મચી ગઈ હતી.
 
 
                                                                                                                                                                     વિડીઓ અહેવાલ : યશપાલસિંહ ટી. વાઘેલા 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.