કાંકરેજના શિરવાડા ખાતે નર્મદા શંકર પીંપળવનમાં ૧૧૦૦ પિંપળાનું વૃક્ષારોપણ

કાંકરેજ તાલુકાના શિરવાડા ખાતે પ.પુ.બ્રહ્મલીન શ્રી આનંદપ્રકાશબાપુની જન્મ શતાબ્દી નિમિતે શિરવાડા ગ્રામ પંચાયત સરપંચ ગીતાબેન કરશનભાઇ જોષી,તેમજ કરશનભાઇ શંકરભાઇ જોષી તેમના માતા-પિતાની યાદમાં "નર્મદા શંકર પીંપળવન" નુ શુભ ઉધ્ધાટન પરમ પુજય સંતશ્રી સ્વામી નિજાનંદ બાપુ(બ્રહ્મચારી આશ્રમ,ગોતરકા),ઉધ્ધાટક અને આશિર્વચન,તેમજ મુખ્ય મહેમાન કિર્તિસિંહજી વાધેલા-ધારાસભ્ય કાંકરેજ,જીતુભાઇ પટેલ-ન ગ્રીન એમ્બેસેડર, અતિથી વિશેષ વિજયભાઇ પટેલ- પ્રમુખ પ્રકૃતિ મંડળ, મહેસાણા, બાબુભાઇ જોષી-મામલતદાર કાંકરેજ, અનિલભાઇ ત્રિવેદી-ટી.ડી.ઓ. કાંકરેજ, નિતિનભાઇ પટેલ-પ્રમુખ મેટ્રીકોન ફાઉન્ડેશન, આર.સી. મકવાણા-આર. એફ.ઓ કાંકરેજ, પૃથ્વીરાજ સિંહ વાધેલા-પ્રમુખ જેલ સમિતિ બનાસકાંઠા, મફાજી સોલંકી-પુર્વ પ્રમુખ તાલુકા પંચાયત કાંકરેજ,પરસોતમભાઇ જોષી-ઉપપ્રમુખ કિસાન મોર્ચો બ.કા. વગેરે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો. ત્યારબાદ પધારેલ સંત તેમજ મહાનુભાવોનુ શાલ, ફુલહાર, પુસ્તક અને એક પીંપળાનુ ઝાડ આપી સન્માન કરવામાં આવ્યુ.સન્માન કાર્યક્રમ બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પર્યાવરણને અનુરુપ પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં નિલેષભાઇ રાજગોર દ્વારા ઉપસ્થિત ગ્રામજનોને શપથ ગ્રહણ કરાયા હતા.આ સમગ્ર કાર્યક્રમ શિરવાડા ગ્રામપંચાયતના સરપંચ જોષી કરશનભાઇ શંકરભાઇ દ્વારા તેમના માતાપિતાનાની યાદમાં તેમજ નિલેષભાઇ રાજગોર-પ્રમુખ આર્યવ્રત નિર્માણ ચેરીટેબલ ટ્‌ર્સ્ટ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ,ગુજરાત રાજ્ય તેમજ હરગોવનભાઇ શિરવાડીયા- પ્રમુખ સમસ્ત બ્રહમસમાજ બનાસકાંઠા જીલ્લા, દ્વારા પ.પુ.બ્રહ્મલીનશ્રી આનંદપ્રકાશા બાપુની જન્મ શતાબ્દી નિમિતે " નર્મદાશંકર પિંપળવન"માં ટોટલ ૧૧૦૦ પીંપળા તેમજ વડ-૧૦, ઉંબરો-૧૦ ગુંદા-૧૦, રાયણ-૧૦, આંબલી-૫,બોરડી-૨૫, સેવન-૫,બીલીપત્ર-૧૦ વગેરે અન્ય વૃક્ષોનુ વૃક્ષારોપણ તેમના ખેતરમાં કરવામાં આવ્યુ હતુ.તેમાં કાંકરેજ રેન્જ ફોરેસ્ટની ટીમના સહયોગથી સમગ્ર વૃક્ષારોપણ કામગીરી કરવામાં આવી હતી.આ સમારંભમાં ગ્રામજનો,વડીલો,યુવાનો,બાળકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને અંતે ભોજન સમારંભનુ આયોજન કરાયુ હતુ.ભોજનબાદ સૌ કોઇ છુટા પડયા હતા. સમગ્ર કાર્યક્રમનુ સ્ટેજ સંચાલન નટુભાઇ આઇ સુથાર-આચાર્ય શિરવાડા પે.કે.શાળા,તેમજ આભારવિધિ નિલેશભાઇ રાજગોરે કરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.