અમદાવાદ : વિશ્વ ઉમિયાધામ મંદિરની આજે સાંજે ૪ વાગ્યે શિલાન્યાસ વિધિ, ગર્ભગૃહમાં ૧૪ કિલો પંચધાતુ મિશ્રણથી શુદ્ધિકરણ

ગુજરાત
ગુજરાત

અમદાવાદ: આજે શનિવારે વૈષ્ણોદેવી સર્કલ પાસે જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ધામમાં ઉમિયા મંદિરના શિલાન્યાસ સમારોહના બીજા દિવસે શિલાન્યાસ વિધિ કરાશે. આ પહેલા મંદિરના ગર્ભગૃહની 10 ફૂટ નીચે પંચધાતુનું મિશ્રણ શુદ્ધીકરણ માટે નખાયું હતું. સોનું, ચાંદી, તાંબું, ઝવેરાત, મોતીનું 14 કિલોનું મિશ્રણ નખાવામાં આવ્યું હોવાનું મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું. આ તમામ 14 કિલો ધાતુ 20થી વધુ દાતાના ઘરેથી એકત્રિત કરીને લવાઈ હતી.આજના કાર્યક્રમસવારે 8 વાગ્યે મુખ્ય કૂર્મ શિલા સહિત 9 શિલાનું દાતાઓના હસ્તે પૂજન સાંજે 4 કલાકે મુખ્ય કાર્યક્રમ શિલાન્યાસ સમારોહ, તેમાં સંતો, મહંતો આર્શીવચનો આપશે.સાંજે 5થી 7 મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહેશે.100 વીઘા જમીનમાં 1 હજાર કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ431 ફૂટ ઉંચા મંદિરનું 100 વીઘા જમીનમાં એક હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. આ શિલાન્યાસ સમારોહમાં સંતો, મહંતો અને પાટીદાર અગ્રણીઓ સામેલ થયા છે. બે દિવસના આ સમારોહમાં રાજ્ય અને વિશ્વમાંથી ઉમિયા માતાના 2 લાખ ભક્તો ઉમટી પડવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.વિશ્વનું બીજા નંબરનું ટ્રી મ્યુઝિયમ બનાવાશેજાસપુર વિશ્વ ઉમિયા ધામ ખાતે વિશ્વનું બીજા નંબરનું ટ્રી મ્યુઝિયમ બનાવાશે. આ ટ્રી મ્યુઝિયમમાં 2 લાખ 51 હજાર વૃક્ષ ઉગાડવામાં આવશે. 3 હજાર જેટલા વૃક્ષ વિદેશથી મંગાવાશે આ મ્યુઝિયમનું 5 વીઘા જેટલી જગ્યામાં નિર્માણ પામશે. રાજ્યની સૌથી મોટી પાર્કિંગ જગ્યા પણ બનવાશે. આ મંદિરમાં 3500 જેટલા વાહનોનું પાર્કિંગ થઇ શકશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.