02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / ન્યૂજર્સીમાં સ્ટોરમાં ઘૂસીને શીખની હત્યા, લઘુમતિ સમુદાય પર ત્રણ અઠવાડિયામાં હુમલાની ત્રીજી ઘટના

ન્યૂજર્સીમાં સ્ટોરમાં ઘૂસીને શીખની હત્યા, લઘુમતિ સમુદાય પર ત્રણ અઠવાડિયામાં હુમલાની ત્રીજી ઘટના   17/08/2018

અમેરિકાના ન્યૂજર્સીમાં દુકાનમાં ઘૂસીને એક શીખ તરલોક સિંહની હત્યા કરવામાં આવી છે. અમેરિકામાં છેલ્લાં ત્રણ અઠવાડિયામાં આ ત્રીજો કિસ્સો છે જ્યારે લઘુમતિ શીખ સમુદાયને નિશાન બનાવવામાં આવ્યું છે. તરલોક તેના કઝિને ગુરૂવારે દુકાનમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેને છાતીમાં ચાકૂ મારવામાં આવ્યું હતું. એક ન્યૂઝ રિપોર્ટમાં એસેક્સ કાઉન્ટીના પ્રોસિક્યૂટરે આ મામલાને હત્યા ગણાવી છે. મર્ડરનું કારણ શું છે, તે અંગે હજુ સુધી કોઇ ખુલાસો નથી થયો.
 
ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા એક સ્કોલર સિમરન જીત સિંહ શીખ કોએલિશના સીનિયર ફેલો પણ હતા. 
સિંહે ટ્વીટ કરીને લખ્યું કે, છેલ્લાં ત્રણ અઠવાડિયામાં શીખ પર આ ત્રીજો હુમલો છે. આ ખૂબ જ દુઃખદ છે. 6 ઓગસ્ટના રોજ કેલિફોર્નિયાના મેન્ટેસામાં 71 વર્ષના સાહિબ સિંહની મોર્નિંગ વૉક દરમિયાન હત્યા કરવામાં આવી. 
આરોપીઓમાં એક સગીર અને સ્થાનિક પોલીસ ચીફનો પુત્ર પણ હતો. 31 જુલાઇના રોજ 50 વર્ષના સુરજીત માલ્હીની પણ એવા સમયે હત્યા કરવામાં આવી જ્યારે તેઓ રિપબ્લિકન ઉમેદવારોના પોસ્ટર લગાવી રહ્યા હતા. 
હત્યાના સમયે આરોપીઓએ કહ્યું હતું કે, તમારાં દેશ પરત જાવ. આરોપીઓએ આ મેસેજને પેન્ટથી તેના ટ્રક પર પણ લખ્યો હતો.
 
તરલોકના પત્ની અને બાળકો ભારતમાં રહે છે. તેઓની હત્યાથી પરિવાર ઘેરા શોકમાં છે અને તેઓએ સ્ટોર બંધ કરી દીધો છે. 
 એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર, તરલોક છ વર્ષથી સ્ટોર ચલાવી રહ્યા હતા. એક પાડોશીએ કહ્યું હતું કે, તમારે અમેરિકામાં થઇ રહેલા હુમલાઓથી ડરવું ના જોઇએ. 
અમેરિકાના સિવિલ રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન શીથ કોએલિશને પીડિતા પરિવાર પ્રત્યે પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી છે.

Tags :